BB 14: રાજકુમારની એન્ટ્રીથી પલટશે ફિનાલેનો સીન, લઈને આવ્યા છે ટ્વિસ્ટ
સલમાન ખાન
3 ઑક્ટોબર 2020ના રોજ શરૂ થયેલો કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14 હવે પોતાના અંતિમ તબક્કા પર છે. બે દિવસ બાદ જ બિગ-બૉસ 14નું ફિનાલે થવાનું છે. 21 ફેબ્રુઆરીના રોજ આપણને બિગ-બૉસ 14ના વિનરનું નામ જાણવા મળી જશે. ફિનાલેના બે દિવસ પહેલા જ બિગ-બૉસ એવું ટ્વિસ્ટ લઈને આવ્યા છે, જેનાંથી ઘરના સભ્યો ઘણા આશ્ચર્યમાં મૂકાય ગયા છે. આ શોકિંગ ટ્વિસ્ટ લઈને પહોંચ્યા છે એક્ટર રાજકુમાર રાવ. મેકર્સે આવનારા એપિસોડનો એક પ્રોમો પણ રિલીઝ કર્યો છે, જેમાં રાજકુમાર રાવ બિગ-બૉસના ઘરમાં એન્ટ્રી લે છે.
View this post on Instagram
ADVERTISEMENT
રાજકુમાર રાવની એન્ટ્રીથી પાંચે ફાઈનલિસ્ટ- રાખી સાવંત, રૂબીના દિલૈક, અલી ગોની, રાહુલ વૈદ્ય અને નિક્કી તંબોલી ઉત્સાહિત થઈ જાય છે, પરંતુ બધાના ચહેરા પરથી ત્યારે રંગ ઉડી જાય છે, જ્યારે રાજકુમાર રાવ ટ્વિસ્ટ વિશે તેમને જણાવે છે. રાજકુમાર રાવ કહે છે, 'આ વખતે ફણ સીન પલટશે. તમારામાંથી કોઈ અલગ નહીં થાય, પરંતુ નવું જોડાશે.'
છેવટે રાજકુમાર રાવે શૉમાં કોની જોડાવાની વાત કરી છે? એ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. ફિનાલે પહેલા હવે ઘરમાં કોની એન્ટ્રી થઈ રહી છે? એની તમને આવનારા એપિસોડમાં જાણ થઈ જશે. તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ પોતાની આવનારી ફિલ્મ 'રૂહી'ના પ્રમોશન માટે બિગ-બૉસ 14માં ગયા હતા.
View this post on Instagram
તેમ જ આવનારા એપિસોડમાં ઘરમાં ભારતી સિંહ અને પતિ હર્ષ લિમ્બાચિયાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળશે. બન્ને બધા ઘરના સભ્યો સાથે ઘણી ધમાલ-મસ્તી કરતા જોવા મળશે અને કન્ટેસ્ટન્ટ્સ પાસેથી રસપ્રદ ટાસ્ક પણ કરાવશે. આ સાથે જ નિક્કી તંબોલી અને રૂબીના દિલૈક વચ્ચે પણ જોરદાર લડાઈ જોવા મળશે.

