‘બિગ બૉસ 14’ને કારણે નિકી ખૂબ જ જાણીતી બની હતી
નિકી તંબોલી અને તેનો ભાઈ
નિકી તંબોલીના ભાઈ જતીનનું કોરોનાને કારણે ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું. તે ફક્ત ૨૯ વર્ષનો હતો. નિકી ‘બિગ બૉસ 14’ને કારણે ખૂબ જ જાણીતી બની હતી. તેના ભાઈના મૃત્યુ વિશે નિકીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘મારો ભાઈ ફક્ત ૨૯ વર્ષનો હતો. તે છેલ્લાં ઘણાં વર્ષથી ઘણા હેલ્થ ઇશ્યુની સામે લડી રહ્યો હતો. ૨૮ દિવસ પહેલાં તેને લંગ્સને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે એક જ લંગ પર જીવી રહ્યો હતો. હૉસ્પિટલમાં તે ટીબી અને કોરોના પૉઝિટિવ આવ્યો હતો. તેને ન્યુમોનિયા પણ થયો હતો અને આજે (ગઈ કાલે) સવારે તેનું હાર્ટ ધડકતું બંધ થઈ ગયું હતું. ભગવાન હંમેશાં મારા અને મારા ફૅમિલી પર મહેરબાન રહ્યા છે. તેમણે મારા ભાઈને ઘણી વાર બચાવ્યો છે, પરંતુ કહેવાય છેને જે લખાયલું છે એ થઈને રહે છે. મારા ભાઈ માટે પ્રાર્થના કરનાર દરેકનો હું આભાર માનું છે. તે હૉસ્પિટલથી પણ કંટાળી ગયો હતો. તે હવે સારી જગ્યાએ છે. ભગવાન તેની કાળજી લેશે.’

