Bigg Boss 14:એજાઝ ખાને કરી જાહેરમાં પવિત્રા પુનિયાને Kiss, વીડિયો વાઈરલ
એજાખ ખાન અને પવિત્ર પુનિયા (તસવીર સૌજન્ય- વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ)
બિગ-બૉસ 14ના બે કન્ટેસ્ટન્ટ્સ એજાઝ ખાન અને પવિત્રા પુનિયા આજકાલ પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. આ બન્ને શૉમાં એક-બીજા ના પ્રેમમાં પડ્યા હતા. બિગ-બૉસ 14ના ઘરેથી નીકળ્યા બાદ એજાઝ ખાન અને પવિત્રા પુનિયાએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ આ બન્ને સતત ચર્ચામાં રહ્યા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
હવે એજાઝ ખાન અને પવિત્રા પુનિયાનો એક ખાસ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ બન્ને એકબીજાને કિસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એજાખ ખાન અને પવિત્રા પુનિયાના આ વીડિયોને વિરલ ભાયાણીએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયોને આ બન્ને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એજાઝ ખાન અને પવિત્રા પુનિયા હંમેશા પોતાના સંબંધો વિશે મીડિયા સાથે વાતચીત કરતા રહ્યા છે. તેઓ જલદી લગ્ન કરવાના છે. આ વાતનો ખુલાસો એજાઝ ખાન અને પવિત્રા પુનિયાએ હાલમાં જ અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં કર્યો છે. પવિત્રા પુનિયાએ એજાઝ ખાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું, 'મારું માનવું છે કે પ્રેમ ખૂબ જ સુંદર અનુભવ હોય છે. અમને બન્નેને એનો અહેસાસ થાય છે. અમે બન્ને બિગ-બૉસના ઘરમાં લડાઈ કરતા હતા. છતાં અમે એકબીજા પ્રત્યે લાગણી અનુભવીએ છીએ. હવે ઘરની બહાર આવ્યા પછી પણ અમે બન્નેએ એકબીજા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે '.
આ સાથે જ એજાઝ ખાને કહ્યું, 'બિગ-બૉસના ઘરમાં જ મેં મારી લાગણી વ્યક્ત કરી હતી. એના માટે પ્રેમ છે. મેં તે ઘરની બહાર આવ્યા પછી પણ સ્વીકારી લીધી.' પોતાના લગ્નને લઈને પણ એજાઝ ખાન અને પવિત્ર પુનિયાએ વાત કરી છે. એજાઝ ખાને કહ્યું, 'શાદી કે લિયે અભી બહોત સારે પાપડ બેલને હૈ. ઈંશાઅલ્લાહ લગ્ન થશે અને યોગ્ય સમયે થશે. જો બધું બરાબર ચાલે, તો પવિત્ર અને હું આ વર્ષે લગ્ન કરીશ. અત્યારે અમારા પરિવારના સભ્યો ખૂબ છૂટાછવાયા છે. પહેલા પરિવારને સમજાવીએ પછી લગ્નનો વિચાર કરીશું. તેમ જ પવિત્ર પુનિયાએ એજાઝ ખાન સાથે લગ્ન કરવા વિશે કહ્યું કે, 'વસ્તુઓ બહુ જલ્દી બનશે. અમે પોતાના ભવિષ્યની ભવિષ્યવાણી કરી શકતા નથી, પરંતું અમે ભવિષ્ય વિશે આશા અને ઈચ્છા રાખી શકીએ છીએ.'

