Bigg Boss 13:બિગ-બૉસમાં વિકાસ ગુપ્તાની એન્ટ્રી, સિદ્ધાર્થને લાગ્યો ઝટકો
વિકાસ ગુપ્તા
બિગબૉસ 13માં કન્ટેસ્ટન્ટ માટે બિગબૉસ નવા-નવા સરપ્રાઈઝ આપી રહ્યા છે. સીઝન 11ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા વિકાસ ગુપ્તાની સીઝન 13માં એન્ટ્રી થવા જઈ રહી છે. વિકાસના આવવાથી ઘરવાળાને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે જ સૌથી વધારે ઝટકો આ સીઝનના અત્યાર સુધીની હીરો બની રહેલા સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝ ગિલ અને માહિરા શર્માને લાગ્યો છે.
ADVERTISEMENT
#BiggBoss ke ghar mein hui mastermind @lostboy54 ki entry! Kya badlaav layenge ye #BiggBoss13 mein? Dekhiye aaj raat on #WeekendKaVaar.
— Bigg Boss (@BiggBoss) December 8, 2019
Anytime on @justvoot. @Vivo_India @AmlaDaburIndia @bharatpeindia @BeingSalmanKhan #BB13 #SalmanKhan pic.twitter.com/VySxyWAu0J
બિગ-બૉસની 13મી સીઝન પોતાના કન્ટેસ્ટન્ટ અને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીઝને લઈને ચર્ચામાં છે. શૉમાં અત્યાર સુધી ઘણા સદસ્ય બહાર થયા બાદ પણ ફરીથી એન્ટ્રી મેળવવા કામયાબ રહ્યા છે. ત્યાં કેટલી વાઈલ્ડ કાર્ડ દ્વારા પણ નવા સદસ્ય શૉ સાથે જોડાયેલા છે. આ કડીમાં હવે બિગ-બૉસ સીઝન 11ના સદસ્ય રહી વિકાસ ગુપ્તા આ સીઝનમાં પણ ઘરના સદસ્ય બની ચૂક્યા છે.
Happy Weekend Everyone. #VikasGupta #lostsouls #VikasInBB13 #MastermindIsBack pic.twitter.com/u6H2897s3o
— Vikas Gupta (@lostboy54) December 7, 2019
બિગ-બૉસના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો ક્લિપ દ્વારા આ વાત કન્ફર્મ કરવામાં આવી છે. આ વીડિયો ક્લિપમાં દેખાઈ રહ્યા છે કે શૉના હોસ્ટ સલમાન ખાન ઘરવાળાને જણાવે છે કે એક નયા સદસ્ય ઘરથી જોડાવા જઈ રહ્યા છે. ઘરમાં પહોંચેલા વિકાસ ગુપ્તાથી માહિરા શર્મા પૂછતી દેખાઈ રહી છે કે તે વાઈલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી તો નથી કરવાના કે તેઓ ગેસ્ટ બનીને આવવાના છે.
માહિરાના સવાલનો જવાબ આપતા વિકાસ ગુપ્તા કહે છે કે તેણે સદસ્ય તરીકે ઘરમાં કેમ ન રમવું જોઈએ. બાદ બિગ-બૉસ વિકાસ ગુપ્તાની એન્ટ્રીને કન્ફર્મ કરતા એનું સ્વાગત કરે છે. એન્ટ્રી બાદ આરતી કહે છે કે માસ્ટરમાઈન્ડ અત્યારે અહીંયા છે તો સિદ્ધાર્થ શુક્લાને ચિંતા થવા લાગી.
આ પણ જુઓ : બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
વિકાસ ગુપ્તાની એન્ટ્રીથી ઘરમાં નવું ટ્વિસ્ટ જોવા મળ્યું. જણાવી દઈએ કે એક દિવસ પહેલા એટલે શુક્રવારે શૉમાં જ કન્ટેસ્ટન્ટ પારસ છાબરાને હાથમાં થયેલી ઈજાની સર્જરી માટે ઘરથી બહાર કરવામાં આવ્યા છે. ત્યારે રવિવારે શૉ વીકેન્ડ કા વારમાં હિમાંશી ખુરાના ઘરથી બહાર નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

