માહિરાના નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં વ્યસ્ત છે અને એથી તે ચંડીગઢમાં રહે છે
પારસ છાબરા અને માહિરા શર્મા
‘બિગ બૉસ 13’માં જોવા મળેલાં પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. બિગ બૉસના હાઉસમાં તેમની વચ્ચે બૉન્ડિંગ જામ્યું હતું. તેઓ સાથે સમય પસાર કરતાં હતાં. પારસ ઘણી વખત કહી ચૂક્યો છે કે ‘બિગ બૉસ 13’ની સીઝન પૂરી થયા બાદ તેમની વચ્ચે સંબંધો વધુ સ્ટ્રૉન્ગ થયા છે. હવે તેમના સંબંધોમાં કડવાશ આવી હોવાનું જાણવા મળ્યું છે. માહિરાએ સોશ્યલ મીડિયામાં પારસને અનફૉલો કર્યો છે અને તેના ફોટો પણ ડિલીટ કર્યા છે. તેમની વચ્ચે અંતર આવવાનું કારણ જાણવા નથી મળ્યું. માહિરાના નજીકનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં વ્યસ્ત છે અને એથી તે ચંડીગઢમાં રહે છે. પારસ અને માહિરા એક જ બિલ્ડિંગમાં રહેતાં હતાં. બાદમાં માહિરા હવે મુંબઈ આવી ગઈ છે. પારસ પણ મુંબઈ શિફ્ટ થઈ ગયો છે. બન્નેમાંથી એકેયે પોતાના બ્રેકઅપ વિશે કમેન્ટ નથી કરી. માહિરાએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘કુંડલી ભાગ્ય’ અને ‘નાગિન 3’માં કામ કર્યું હતું. બીજી તરફ પારસ કેટલાક શોમાં કામ કરવાની સાથે ‘સ્પ્લિટ્સવિલા 5’નો વિજેતા પણ થયો હતો.

