હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝનું બ્રેકઅપ થઈ ગયું?
હિમાંશી ખુરાના અને આસીમ રિયાઝ
બિગ બૉસ 13ની સ્પર્ધક જાણીતી પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાના (Himanshi Khurana) હાલ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)ના દુખાવામાંથી પસાર થઈ રહી છે. હિમાંશી ખુરાનાની હાલત એટલી ખરાબ છે કે તેમને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ એક મ્યૂઝિક આલ્બમનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને તે હવે સર્જરી કરાવવા તૈયાર છે. આ દરમિયાન એવી ચર્ચા થઈ રહી છે કે હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ (Asim Riaz)નું બ્રેકઅપ થઈ ગયું છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર કેટલીક કરેલી પોસ્ટ પરથી આ અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં હિમાંશી ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખેલા ક્વૉટ્સ પરથી જ ફૅન્સ અંદાજ લગાવી રહ્યાં છે કે, હિમાંશી ખુરાનાનું આસિમ રિયાઝ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. હિમાંશીએ એક સ્ટોરીમાં લખ્યું હતું કે, 'બધા બદલાઈ ગયા તો આપણો પણ હક છે.' સાથે જ એમ પણ લખ્યું હતું કે, 'બધા જ્ઞાન આપ છે તું સાથ આપજે.'
ADVERTISEMENT
અન્ય સ્ટોરીમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, 'ખબર હતી તૂટી જશે પણ વાયદો હસીન હતો'. સાથે જ એમ પણ લખ્યું હતું કે, 'ચુપ છું પણ નબળી નથી.'
હિમાંશી ખુરાનાની આ પોસ્ટ બહુ જલ્દી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો એમ માની બેઠા છે કે તેનું અસિમ રિયાઝ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. એટલું જ નહીં હિમાંશીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પર શૅર કર્યો છે. જેમાં લખ્યું છે કે, આય વિલ નેવર લવ અગેન ગીત સાંભળી શકાય છે. આ વાત સાંભળતા જ લોકોએ અભિનેત્રીને સવાલ પુછવાનું શરૂ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના બિગ બૉસ 13માં સાથે દેખાયા હતા. આસિમે હિમાંશીને બિગ બૉસના ઘરમાં જ પ્રપોઝ કર્યું હતું. પણ અભિનેત્રીએ ઘરની બહાર આવીને આસિમ પસંદ હોવાની વાત સ્વીકારી હતી. ત્યારબાદ બન્ને જણા એકસાથે ત્રણથી ચાર મ્યૂઝિક વીડિયોમાં દેખાયા હતા. બન્નેની કેમેસ્ટ્રી ફૅન્સને બહુ ગમે છે.

