સિદ્ધાર્થ શુક્લા-શહેનાઝ ગિલ ગોવા માટે રવાના, મુંબઈ એરપોર્ટ પર થયા સ્પૉટ
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ. તસવીર સૌજન્ય - જાગરણ
બિગ-બૉસ 13માં પોતાની બૉન્ડિંગ માટે ચર્ચામાં રહેલું કપલ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ગોવા માટે રવાના થઈ ગયા છે. બન્ને વેલેન્ટાઈન્સ સંબંધિત એક મ્યૂઝિક વીડિયો શૂટ કરવા ગોવા ગયા છે. બન્ને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થયા હતા.
View this post on Instagram
ADVERTISEMENT
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાલ ગિલ વચ્ચે અફેરની વાત કહેવાય છે. જોકે અત્યાર સુધી બન્નેએ આ વાતની પુષ્ટિ કરી નથી. બન્ને બિગ-બૉસ 14માં સાથે નજર આવ્યા હતા. બન્નેની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવી હતી. બન્ને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બન્ને એક મ્યૂઝિક વીડિયો શૂટ કરવા માટે ગોવા જઈ રહ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા બન્ને ઘણા વીડિયોઝમાં સાથે નજર આવી ચૂક્યા છે અને તેમનો તાજેતરનો મ્યૂઝિક વીડિયો ટોની કક્કર દ્વારા ગવાયેલું ગીત 'સોના સોના' છે, જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. શહેનાઝ ગિલ તાજેતરમાં બિગ-બૉસ 14માં મહેમાન તરીકે નજર આવી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે બિગ-બૉસ એટલે જોઈ રહી હતી કારણકે એમાં સિદ્ધાર્થ શુક્લા હતા અને જે બિગ-બૉસ 13ના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા સાથે તેનો જે સંબંધ હતો, તે આજે પણ યથાવત છે અને તે ઈચ્છે છે કે તેં હંમેશા રહે.
એક સવાલમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે સિદ્ધાર્થ શુક્લાને મિસ કરે છે. એના પર તેણે કહ્યું, હું તેની સાથે ફોન પર વાત કરું છું અને જ્યારે પણ હું તેને મિસ કરું છું તો એને ફોન કરી લઉં છું. બિગ-બૉસમાં તે મારા માટે બધું જ હતો. બિગ-બૉસ થયા બાદ બન્નેને ઘણા મ્યૂઝિક વીડિયોમાં સાથે દેખાયા છે. સિદ્ધાર્થ શુક્લા બિગ-બૉસ 14માં સીનિયર્સ તરીકે નજર આવ્યા હતા અવને તેમણે વાત-વાતમાં કહીં દીધું હતું કે તેની ગર્લફ્રેન્ડ તેના ઘરે છે. એના પર ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે શહેનાઝ ગિલ તરફ ઈશારો કરી રહ્યો હતો.

