ગૂગલ પર નથી અવેલેબલ એવું ગુજરાત દેખાડશે ગુજરાતી રૉકર્સ : ભૂમિ ત્રિવેદી
ગૂગલ પર નથી અવેલેબલ એવું ગુજરાત દેખાડશે ગુજરાતી રૉકર્સ : ભૂમિ ત્રિવેદી
‘ગોલિયોં કી રાસલીલા – રામલીલા’ અને શાહરુખ ખાનની ‘રઈસ’ તથા ‘ઝીરો’ જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂકેલી ગુજરાતના વડોદરાની ભૂમિ ત્રિવેદી હાલમાં ઝીટીવી પર ચાલી રહેલા રિયલિટી શો ‘ઇન્ડિનય પ્રો મ્યુઝિક લીગ’માં ‘ગુજરાત રૉકર્સ’નું નેતૃત્વ કરે છે. તેની સાથે કૅપ્ટન તરીકે જાણીતા ગાયક જાવેદ અલી છે. આ ઉપરાંત પ્લેબૅક સિંગર અદિતિ સિંહ શર્મા (દેવ ડી, ધૂમ 3, 2 સ્ટેટ્સ) અને હેમંત બ્રિજવાસી (સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ) છે. આ ચારેય ગુજરાતના લોકોને વોટ્સ માટે અપીલ કરવા અમદાવાદ આવ્યાં હતાં.
ભૂમિ ત્રિવેદીએ બાકીના ત્રણેયનો પરિચય આપીને જણાવ્યું કે પોતાના રાજ્યમાં આવીને તે અત્યંત ખુશ છે. તેણે કહ્યું કે ‘તમે એક સમયે, વર્ષો પહેલાં - ૨૦૦૭માં ઇન્ડિયન આઇડોલમાં ઢગલો વોટ આપીને મને જિતાડી હતી એ રીતે આશા રાખું છું કે ફરી તમે એ ઇતિહાસ દોરશો. હું ગુજરાતી તરીકે એટલી ખાતરી આપું છું કે જેટલું ગૂગલ ઉપર ગુજરાતી કલ્ચર વિશે અવેલેબેલ છે કે જે નૉન-ગુજરાતી ગૂગલ પર જઈને ગુજરાતની સંસ્કૃતિ કે સંગીત વિશે જુએ છે એના સિવાયનું ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં ગુજરાત રૉકર્સ તમને બતાવશે. આ શો કમર્શિયલ છે માટે એને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આ બધું બૉલીવુડ સાથે જોડીને રજૂ કરવામાં આવશે.’

