હાલમાં જ આ રિયાલિટી શોને લગતો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ભાગ્યશ્રીએ તેના લગ્ન સાથે જોડાયેલી વાર્તા ખૂબ જ ભાવુક રીતે સંભળાવી છે.
ભાગ્યશ્રી
સ્ટાર પ્લસ પર આવતા નવા રિયાલિટી શો(Reality Show)`સ્માર્ટ જોડી`માં અભિનેત્રી ભાગ્યશ્રી અને તેના બિઝનેસમેન પતિ હિમાલય દાસાની જોવા મળે છે. હાલમાં જ આ રિયાલિટી શોને લગતો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ભાગ્યશ્રીએ તેના લગ્ન સાથે જોડાયેલી વાર્તા ખૂબ જ ભાવુક રીતે સંભળાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાગ્યશ્રીએ 1990માં તેના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.
નોંધનીય છે કે ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે ફિલ્મ `મૈંને પ્યાર કિયા`માં કામ કર્યું હતું, જ્યાંથી તેને રાતોરાત લોકપ્રિયતા મળી હતી. જોકે, રિયાલિટી શો `સ્માર્ટ જોડી`ના ટ્રેલરમાં ભાગ્યશ્રી કહે છે, `લગ્નમાં મારા માટે તેમના સિવાય કોઈ નહોતું, જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે હું તેમની સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારે તેઓ રાજી ન થયા. માતા-પિતા પોતાના બાળકો માટે સપના જોતા હોય છે પરંતુ બાળકોના પણ પોતાના સપના હોય છે અને ક્યારેક તેમના સપનાઓને જીવવા દેવા જોઈએ કારણ કે અંતે તેમની પાસે એક જીવન છે, તેઓએ તેને જીવવાનું છે.`
ADVERTISEMENT
View this post on Instagram
નોંધનીય છે કે આ વાતો કરતાં કરતાં અભિનેત્રી ભાગ્યશ્રીની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગે છે અને પછી તે અટકવાનું નામ જ નથી લેતા. અહીં નોંધવુ રહ્યું કે હંમેશા એવી વાતો થતી રહે છે કે ભાગ્યશ્રીએ ભાગીને લગ્ન કર્યા હતાં.