અભિનેત્રીને છે ૧૮ વર્ષની દીકરી
શુભાંગી અત્રે
`ભાભીજી ઘર પર હૈ!` (Bhabiji Ghar Par Hai) ફૅમ અભિનેત્રી શુભાંગી અત્રે (Shubhangi Atre)ના અંગત જીવન સાથે જોડાયેલા મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જે સાંભળીને ફૅન્સને આઘાત લાગ્યો છે. અભિનેત્રીએ પતિ પિયુષ પૂરે (Piyush Poorey) સાથે છુટાછેડા લીધા છે. બન્ને લગભગ એક વર્ષથી અલગ રહે છે. લગ્નના ૧૯ વર્ષ બાદ બન્ને છુટા પડ્યાં છે. તેમને ૧૮ વર્ષની એક દીકરી પણ છે.
શુભાંગી અત્રેએ વર્ષ ૨૦૧૩માં પિયુષ સાથે તેના હૉમટાઉન ઈન્દોર (Indore)માં લગ્ન કર્યા હતા. હવે તે પતિ પિયુષ પૂરેથી અલગ થઈ ગઈ છે. આ સમાચારની પુષ્ટિ કરતાં અભિનેત્રિએ કહ્યું હતું કે, ‘લગભગ એક વર્ષ થઈ ગયું છે અમે સાથે નથી રહેતા. પિયુષ અને મેં અમારા લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. પરસ્પર આદર, વિશ્વાસ અને મિત્રતા એ મજબૂત લગ્નજીવનનો પાયો હોય છે. અમને સમજાયું કે અમે અમારા મતભેદોને ઉકેલી શકતા નથી. તેથી અમે એકબીજાને સ્પેસ આપીને અમારા અંગત જીવન અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો - શુભાંગી અત્રેએ ભાભીજી...શૉ માટે નેટફ્લિક્સની વેબ સિરિઝ જતી કરી
અભિનેત્રી માટે આ નિર્ણય લેવો સહેલો નહોતો. તેણે આગળ કહ્યું કે, ‘અત્યારે પણ આ નિર્ણય મુશ્કેલ છે. મારો પરિવાર મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણે બધા અમારા પરિવારોને આસપાસ રાખવા માંગીએ છીએ, પરંતુ કેટલાક નુકસાનનું સમારકામ ન થઈ શકે. જ્યારે ઘણા વર્ષોનો સંબંધ તૂટી જાય છે, ત્યારે તે તમને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે. પરંતુ અમારે આ પગલું ભરવું પડ્યું અને હું તેની સાથે સંમત છું. માનસિક સ્થિરતા સર્વોપરી છે. હું હંમેશા માનું છું કે પ્રતિકૂળતા તમને પાઠ શીખવે છે.’
શુભાંગી અને પિયૂષ તેમની ૧૮ વર્ષની દીકરી આશીનેક રણે સારું બોન્ડિંગ ધરાવે છે. અભિનેત્રીએ આગળ જણાવ્યું હતું કે, `મારી દીકરી માતા અને પિતા બંનેના પ્રેમને પાત્ર છે. પિયુષ રવિવારે તેને મળવા આવે છે. હું નથી ઈચ્છતી કે તે તેના પિતાના પ્રેમથી વંચિત રહે.’
આ પણ વાંચો - શુભાંગી અત્રે સાથે ઑનલાઇન ફ્રૉડ
તમને જણાવી દઈએ કે, શુભાંગી અત્રેનો પતિ પિયુષ પૂરે ડિજીટલ માર્કેટિંગમાં છે.