તે ગુજરાતી હોવા છતાં ઉત્તર પર્દેશનું પાત્ર ભજવી રહ્યો છે
આયુધ ભાનુશાલી
આયુધ ભાનુશાલી ઍન્ડટીવી પર આવી રહેલા ફેમિલી ડ્રામા ‘દૂસરી માં’માં કૃષ્ણાનું પાત્ર ભજવી રહ્યો છે. આ શો ૨૦ સપ્ટેમ્બરથી રાતે આઠ વાગ્યે શરૂ થશે. સ્ટોરી ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદાની છે, જે પાત્ર નેહા જોશી ભજવી રહી છે. તે અને તેનો પતિ અજાણતાંમાં જ તેના પતિના પ્રથમ મહિલા સાથેના સંબંધથી જન્મેલા કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને દત્તક લે છે. આયુધ ગુજરાતી છે અને કચ્છનો છે. તે ગુજરાતી હોવા છતાં ઉત્તર પર્દેશનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે આયુધે કહ્યુ કે ‘મારું હિન્દી એકદમ સ્પષ્ટ છે. જોકે મારે અમુક શબ્દો પર કામ કરવું પડ્યું, જેમાં પ્રોડક્શન ટીમે મને મદદ કરી હતી. મેં ઉત્તર પ્રદેશના ઘણા લોકો સાથે તેમનું વર્તન સમજવા માટે વાતો કરી હતી. કરિશ્માની મૂંઝવણ બતાવવા માટે હાવભાવ બહુ મહત્ત્વપૂર્ણ છે. આથી મારે ભરપૂર પ્રૅક્ટિસ કરવી પડી હતી.’