કપિલ શર્મા શૉમાં આશુતોષ રાણા અને રેણુકા શહાણેની લવસ્ટોરીનો થયો ખુલાસો
રેણુકા શહાણે, આશુતોષ રાણા
'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે સેલેબ્સ આવે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો ચાહકો સાથે શૅર કરી રહ્યા છે. શૉ પહેલા જ આના ઘણાં વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. 'ધ કપિલ શર્મા શૉ' The Kapil Sharma Showમાં આ વખતે આશુતોષ રાણા અને રેણુકા શહાણેની જોડી જોવા મળવાની છે. આ શૉમાં બન્નેએ પોતાની લવસ્ટોરીનો પણ ખુલાસો કર્યો અને સાથે જ ઘણી રસપ્રદ વાતો જણાવી, જેને જાણીને ચાહકોના હસીને પેટ દુઃખવા લાગશે.
'ધ કપિલ શર્મા શૉ' (The Kapil Sharma Show)માં આ જોડી પોતાના જીવન અને કરિઅર વિશે ઘણી ન સાંભળેલી વાતો કહેશે, સાથે જ આ શૉના જબરજસ્ત ટેલેન્ટેડ કલાકારોના જૉક્સનો ભરપૂર આનંદ માણશે. એવામાં દર્શકો માટે પણ આ એક મસ્તીભર્યો વીકએન્ડ પુરવાર થશે. એક રસપ્રદ ચર્ચા દરમિયાન આશુતોષ રાણાએ પોતાની અને રેણુકા શહાણેની પહેલી મુલાકાત વિશે કેટલીક અજાણી વાતો કહી. આશુતોષે કહ્યું કે, "હંસલ મેહતાની ફિલ્મ 'જયતે'નો પ્રીવ્યૂ હતો સુમિત થિએટરમાં, તો હું રાજેશ્વરી સચદેવ અને તેજસ્વિની કોલ્હાપુરેને સાથે લઈ ગયો હતો. ત્યાં ગયો તો ખબર પડી કે રાજેશ્વરી અને રેણુકાજી ખૂબ જ સારી ફ્રેન્ડ્સ હતી અને હું રેણુકાજીનો પ્રશંસક હતો. સૈલાબ (સીરિયલ) તે સમયે આવતી હતી અને તેમની ફિલ્મ હમ આપકે હૈ કોન પણ આવી ગઈ હતી, તો હું તેમના કામથી પ્રભાવિત થયો હતો. જ્યારે તેમની સાથે મુલાકાત થઈ તો અમે લગભગ અડધો કલાક એકબીજા સાથે વાત કરતાં રહ્યાં અને અમારા વિચાર પણ મળતા હતા. જ્યારે અમે બહાર નીકળ્યા તો રાત થઈ ગઈ હતી અને તે દિવસે રવિવાર હતો."
ADVERTISEMENT
આશુતોષ રાણાએ આગળ કહ્યું, "મેં પૂછ્યું તમે ક્યાં રહો છો? તો તેમણે કહ્યું કે હું દાદરમાં રહું છું. તો મેં પૂછ્યું તમે કેવી રીતે જશો? તમારી પાસે કાર નથી? તો તેમણે કહ્યું કે આજે રવિવાર છે, તો રવિવારે અમે અમારા સ્ટાફને રજા આપીએ છીએ અને મને ગાડી ચલાવતા નથી આવડતી. મેં ત્યારે તેમને કહ્યું હું તમને છોડી દઉં? તેમણે મને પૂછ્યું તમે ક્યાં રહો છો? મેં કહ્યું, હું ચેમ્બુરમાં રહું છું. તો તેમણે મને કહ્યું હું મુંબઇમાં જ ઉછરી છું, મારો જન્મ પણ અહીં જ થયો છે, મેં અત્યાર સુધી એવો કોઇ રસ્તો નથી જોયો જે જુહૂ દાદરથી ચેમ્બૂર જતો હોય. પછી તેમણે મને કહ્યું, તમે હેરાન ન થાઓ મને આદત છે હું જઈ શકું છું." આ સાંભળીને બધાં જોરજોરથી હસી પડ્યા.
તેમણે આગળ કહ્યું કે નિર્દેશક રવિ રાય તે બન્ને સાથે એક શૉ કરવા માગતા હતા પણ આશુતોષે આ મોકાનો લાભ ઉઠાવતા રવિ પાસેથી રેણુકાનો નંબર માહી લીધો. ત્યારે તેમને ખબર પડી કે રેણુકા રાતે 10 વાગ્યા પછી કોઇના ફોનનો જવાબ નથી આપતી અને ન તો કોઇ અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉપાડે છે. તમને આન્સરિંગ મશીન પર મેસેજ અને અન્ય ડિટેલ્સ છોડવી પડતી. આ વાતોને ધ્યાનમાં રાખીને આશુતોષે રેણુકાની આન્સરિંગ મશીન પર એક મેસેજ મૂક્યો, જેમાં તેમે રેણુકાને દશેરાની શુભેચ્છાઓ આપી. જો કે તેમણે પોતાનો નંબર જાણીજોઇને ન આપ્યો, કારણકે તે વિચારી રહ્યા હતા કે જો રેણુકાને તેમની સાથે વાત કરવી હશે તો તે જાતે પ્રયત્ન કરશે અને તેમનો નંબર મેળવી લેશે. નસીબે આશુતોષને પોતાની બહેન પાસેથી એ મેસેજ મળ્યો કે રેણુકાનો ફોન આવ્યો હતો અને તેમણે દશેરાની શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ત્યાર બાદ અમુક સમય સુધી મેસેજનો સિલસિલો ચાલુ રહ્યો અને પછી રેણુકાએ આશુતોષને પોતાનો પર્સનલ નંબર આપ્યો. આશુતોષે જણાવ્યું કે આગળ શું થયું.

