ઝીટીવી પર આવતો શો ‘મીત’ હવે ૧૬ વર્ષની લીપ લેવા જઈ રહ્યો છે
પોતાની જ દીકરી બનશે આશી સિંહ
આશી સિંહ હવે પોતાની જ દીકરીનું પાત્ર ભજવવા જઈ રહી છે. ઝીટીવી પર આવતો શો ‘મીત’ હવે ૧૬ વર્ષની લીપ લેવા જઈ રહ્યો છે. આ શો છેલ્લાં બે વર્ષથી લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડી રહ્યો છે. આ શોમાં આશી સિંહ અત્યાર સુધી મીત હૂડાનું પાત્ર ભજવી રહી હતી. જોકે શોએ લીપ લેતાં હવે તે પોતાની જ દીકરી સુમીતનું પાત્ર ભજવતી જોવા મળશે. તે રોમૅન્ટિક હોય છે, પરંતુ ઓવર-કૉન્ફિડન્ટ હોય છે. લાઇફમાં તેનું ફોકસ નથી હોતું. તેની સામે હવે લીડ રોલમાં સૈયદ રઝા એહમદને પસંદ કરવામાં આવ્યો છે. તે આ શોમાં શ્લોકનું પાત્ર ભજવી રહ્યો છે. તે એક લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ હોય છે જે પૈસા કમાવા માટે તેના મ્યુઝિકને ટ્રેડ કરતો હોય છે. તેના માટે ફૅમિલી પહેલાં આવે છે. જોકે બીજી તરફ સુમીત ઇન્ડિપેન્ડન્ટ નથી અને તે પૈસાદાર ઘરમાં જન્મી હોય છે. આ વિશે વાત કરતાં આશી સિંહે કહ્યું કે ‘સોળ વર્ષની લીપ બાદ હું સુમીતનું નવું અને ફ્રેશ પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહી છું. સુમીત એ મીત હૂડાની દીકરી હોવા છતાં તે તેની મમ્મીથી એકદમ અલગ છે. આ એક બ્રૅન્ડ ન્યુ પાત્ર છે જે એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. એક આર્ટિસ્ટ તરીકે આ શોએ મને ઘણી ઑપોર્ચ્યુનિટી આપી છે. આ નવા અવતારને લઈને મને પોતાને ડિસ્કવર કરવાની તક મળી છે.’