તેમણે ૨૦૧૩ની ૨૦ મેએ લગ્ન કરી લીધાં હતાં
અર્જુન બિજલાની અને તેની વાઇફ નેહા સ્વામી
અર્જુન બિજલાની તેની વાઇફ નેહા સ્વામીને પહેલી વખત મળ્યો હતો એને સેલિબ્રેટ કરી રહ્યો છે. આ બન્ને એકબીજાને ૨૦ વર્ષ અગાઉ મળ્યાં હતાં. તેમણે ૨૦૧૩ની ૨૦ મેએ લગ્ન કરી લીધાં હતાં. અર્જુન બિજલાની હાલમાં ખૂબ ફેમસ ઍક્ટર છે. તેણે ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’, ‘મિલે જબ હમ તુમ’, ‘મેરી આશિકી તુમ સે હી’, ‘નાગિન’ અને ‘કવચ’ ઉપરાંત અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે. વાઇફને પહેલી વખત મળ્યાના અનુભવને યાદ કરતાં અર્જુન બિજલાનીએ કહ્યું કે ‘એક હોટેલમાં હું તેને ૨૦ વર્ષ અગાઉ મળ્યો હતો, જ્યારે હું મારા ફ્રેન્ડ સાથે ગયો હતો. તેની સાદગી મને સ્પર્શી ગઈ અને ત્યાર બાદ અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. મારી વાઇફ અને મારા દીકરા સાથે સમય પસાર કરવાનું મને ગમે છે. ૨૦ વર્ષનો સથવારો એ પોતાનામાં એક અદ્ભુત લાગણી છે. મારી વાઇફે મને પૂરી રીતે કમ્પ્લીટ કર્યો છે.’ આ સથવારાની ખુશી વ્યક્ત કરતાં વાઇફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન બિજલાનીએ કૅપ્શન આપી હતી, ‘હૅપી 20.’