તેની સાથે ઘટેલી એક ઘટના બાદ તેણે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું છોડી દીધું હતું
અંકિતા લોખંડે
અંકિતા લોખંડેને બાળપણથી જ ટ્રેનમાં પ્રવાસ કરવાનો ડર પેસી ગયો છે. તેની સાથે ઘટેલી એક ઘટના બાદ તેણે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું છોડી દીધું હતું. એનું કારણ એ છે કે તે ચાલતી ટ્રેનમાંથી ઊતરતી વખતે પડી ગઈ હતી. તે ચર્ચગેટ સ્ટેશન પર હતી અને ફાસ્ટ ટ્રેનમાં ચડી ગઈ હતી. તો બીજી તરફ તેના ફ્રેન્ડ્સ સ્લો ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા, એથી તેમણે અંકિતાને ફાસ્ટ ટ્રેનમાંથી ઊતરવા કહ્યું હતું. એ જ ઘડીએ અંકિતાએ કૂદકો માર્યો હતો. ટ્રેનના ડર વિશે અંકિતાએ કહ્યું કે ‘મને ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો ખૂબ ડર લાગે છે. હું એક વખત લોકલ ટ્રેનમાંથી પડી ગઈ હતી. મેં ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો અને નીચે પડી ગઈ હતી. જોકે મેં મારી જાતનો બચાવ કર્યો હતો. એ દિવસ મારી ટ્રેનની જર્નીનો છેલ્લો દિવસ હતો. આમ પણ મને બાળપણથી જ ટ્રેનમાં પ્રવાસ કરવાનો ડર લાગે છે.’

