અંજલિ તત્રારી બની વેડિંગ-પ્લાનર
અંજલિ તત્રારી
સોની ટીવીના શો ‘મેરે ડૅડ કી દુલ્હન’ની નિયા એટલે કે અંજલિ તત્રારીને આખરે તેના ડૅડની દુલ્હન મળી ગઈ છે. શોમાં હવે અંબર (વરુણ બડોલા) અને ગુનીત (શ્વેતા તિવારી)ની રિલેશનશિપ નવો વળાંક લેશે, કેમ કે તેઓ બન્ને લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. અંબર અને ગુનીત એકબીજાના પ્રેમમાં છે અને નિયા (અંજલિ તત્રારી)ને પણ એવું લાગે છે કે ગુનીત પોતાના પિતા માટે એક પર્ફેક્ટ પાર્ટનર છે.
આમ તો મા-બાપ બાળકોનાં લગ્નની તૈયારી કરે છે, પણ ‘મેરે ડૅડ કી દુલ્હન’ની નિયા પોતાના પેરન્ટ્સ માટે વેડિંગ-પ્લાનર બનવાની છે! અંજલિ તત્રારીને આમ પણ વેડિંગ પ્લાનિંગ કરવાનું બહુ ગમે છે અને પોતાનો શોખ તે શો થકી પૂરો કરવાની છે. અંજલિ કહે છે કે ‘મને લગ્નમાં વેન્યુથી માંડીને કેટરર્સ અને ડેકોરેશનનું પ્લાનિંગ કરવાનું બહુ ગમે છે. શોમાં નિયા પોતાના ડૅડી માટે એક ક્યુટ વેડિંગ પ્લાન કરવા માગે છે એ જાણીને હું બહુ ખુશ થઈ, કેમ કે મને એ કામ કરવા મળશે.

