અમિતાભ બચ્ચને તેની દોહિત્રી નવ્યા નવેલી નંદાનાં ખૂબ જ વખાણ કર્યાં છે. તે ગામડાંઓમાં મેન્સ્ટ્રુએશનને લઈને ઘણું કામ કરી રહી છે.
અમિતાભ બચ્ચન
આ શો દરમ્યાન ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’ ગીત વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો અને અમિતાભ બચ્ચને કહ્યું હતું કે આ ગીત તેમણે ખૂબ જ ખરાબ રીતે ગાયું હતું.
અમિતાભ બચ્ચને તેની દોહિત્રી નવ્યા નવેલી નંદાનાં ખૂબ જ વખાણ કર્યાં છે. તે ગામડાંઓમાં મેન્સ્ટ્રુએશનને લઈને ઘણું કામ કરી રહી છે. ગામડાંઓમાં મેન્સ્ટ્રુએશનને લઈને લોકોને જાગરૂક કરવા અને તેમની વિચારસરણીનો વિકાસ કરવા માટે તે ઘણું કામ કરી રહી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની પંદરમી સીઝનમાં અમિતાભ બચ્ચને રાજસ્થાનના ઝુનઝુનુના હૉકી સરપંચ તરીકે જાણીતાં નીરુ યાદવ અને જયપુરથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ગામ સોડાના ભૂતપૂર્વ સરપંચ છવી રાજવતને આમંત્રિત કર્યાં હતાં. અમિતાભ બચ્ચનને એક વાર સોડા ગામમાં જવાનો ચાન્સ મળ્યો હતો. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘હું એક વાર આ ગામમાં ગયો હતો. ત્યાં બેસિક ફૅસિલિટી પણ નથી. ગામની વચ્ચે એક નાનકડું પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યું છે. એના એક થાંભલા પર લૅમ્પ લગાવવામાં આવ્યો હતો અને એની પાસે ફૂલો અને છોડ હતાં. મેં તેમને પૂછ્યું હતું કે તેઓ અહીં શેની પૂજા કરે છે? તેમણે મને ઉપર જોવા કહ્યું હતું. મેં ઉપર જોયું તો ત્યાં એક બલ્બ હતો. ગામના લોકોએ કહ્યું હતું કે રાતે જ્યારે બલ્બ સળગે છે ત્યારે અમે એના નીચે બેસીને સ્ટડી કરીએ છીએ.’
ADVERTISEMENT
આ શોમાં જે પણ રકમ જીતશે એને નીરુ યાદવ અદિત્રી ફાઉન્ડેશનમાં ડોનેટ કરશે, જે મહિલાઓના એજ્યુકેશન અને એન્વાયર્નમેન્ટ માટે કામ કરે છે. છવી રાજવત આ પૈસાને ન્યુ એમિનેન્ટ ઇન્ટરનૅશનલ સ્કૂલ શિક્ષા સમિતિમાં ડોનેટ કરશે, જે મહિલાઓની કૉલેજ ચલાવે છે. આ બન્ને મહિલાઓ ગામડાના લોકોના માઇન્ડસેટને ચેન્જ કરવા વિશે કાર્ય કરે છે. આ વિશે અમિતાભ બચ્ચને તેમની દોહિત્રી વિશે વાત કરતાં કહ્યું કે ‘મારું માનવું છે કે માઇન્ડસેટ બદલવો જરૂરી છે. આપણી મહિલાઓ વિશે હું ખૂબ જ દિલથી આ કહી રહ્યો છું. મહિલાઓ જ્યારે દર મહિને પિરિયડ્સમાં આવે છે ત્યારે તેમને અપવિત્ર કહેવામાં આવે છે. તેમને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવે છે. તેમ જ મેન્સ્ટ્રુએશન પૂરું થાય ત્યાં સુધી તેમને જંગલમાં રહેવાનું પણ કહેવામાં આવે છે. આજે ઘણી યુવાન છોકરીઓ છે જે કૉલેજમાં ભણે છે અને આવાં ગામડાંઓમાં જઈને લોકોને જાગરૂક કરે છે. તેઓ કેટલીક ઝૂંપડીઓ બનાવે છે જેથી દર મહિને પિરિયડ્સમાં આવતી મહિલાઓને જ્યારે ઘરમાંથી બહાર જવા કહેવામાં આવે ત્યારે તેઓ આવી ઝૂંપડીઓમાં રહી શકે છે. આ યુવાન છોકરીઓ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમને આ ઝૂંપડીમાં દરેક જીવનજરૂરિયાતની બેસિક વસ્તુ મળી રહે. એ કહેવામાં મને શરમ નહીં આવે કે મારી દોહિત્રી પણ આ કામ કરી રહી છે. તે ઘણાં ગામડાંઓમાં જાય છે. તેનું નામ નવ્યા છે. તે એક ઑર્ગેનાઇઝેશન ચલાવે છે. તે પહેલાં ગામડાંની મુલાકાત લે છે અને ત્યાંની કન્ડિશન કેવી છે એ પહેલાં જુએ છે. આ તેનો આઇડિયા હતો કે મહિલાઓ માટે ઝૂંપડીઓ બનાવવામાં આવે. હું એવી આશા રાખું છું કે લોકોની વિચારસરણી જલદી બદલાય અને મહિલાઓએ ઘરની બહાર જવું ન પડે.’