Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પ્રથમ પત્નીના નિધન બાદ પિતા ડિપ્રેસ થઈ ગયા હતા: અમિતાભ બચ્ચન

પ્રથમ પત્નીના નિધન બાદ પિતા ડિપ્રેસ થઈ ગયા હતા: અમિતાભ બચ્ચન

Published : 16 October, 2024 11:00 AM | Modified : 16 October, 2024 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને KBCમાં હરિવંશરાય બચ્ચનનાં પહેલાં પત્ની તથા પિતા અને માતા તેજી બચ્ચનની પહેલી મુલાકાત વિશે વાત કરી

હરિવંશરાય બચ્ચન, તેજી બચ્ચન, અમિતાભ બચ્ચન

હરિવંશરાય બચ્ચન, તેજી બચ્ચન, અમિતાભ બચ્ચન


‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન જુદા-જુદા કિસ્સાઓ શૅર કરતા રહે છે. તેઓ હૉટ સીટ પર બેઠેલા સ્પર્ધક સાથે તેમના પિતા હરિવંશરાય બચ્ચનની વાતો પણ શૅર કરતા હોય છે, પરંતુ આ વખતે બિગ બીએ તેમના પિતાની પહેલી પત્ની (શ્યામા બચ્ચન)ના નિધન વિશે વાત કરી. 


અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારા પિતાની પહેલી પત્નીનું નિધન થઈ ગયું હતું. પત્નીના ગુજરી ગયા બાદ તેઓ અત્યંત ગંભીર સ્થિતિમાં ચાલ્યા ગયા હતા. બહુ જ ડિપ્રેસ્ડ સ્ટેટમાં હતા અને તેમણે જેટલી પણ કવિતાઓ લખી, એ જમાનામાં, એ બધી ડાર્ક હતી. અત્યંત દુઃખથી તરબોળ હતી. થોડાં વર્ષો બાદ તેમણે કવિસંમેલનમાં જવાનું શરૂ કર્યું જેથી થોડા પૈસા મળે.’



અમિતાભ બચ્ચને તેમનાં મમ્મી તેજી બચ્ચન અને પિતાની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી હતી. બિગ બીએ કહ્યું હતું કે ‘બરેલીમાં પિતાના એક દોસ્ત હતા. બન્ને ડિનર કરતા હતા ત્યારે પિતાને કવિતા સંભળાવવા માટે આગ્રહ કર્યો. પિતા કવિતાપઠનની શરૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યાં એ મિત્રે તેની પત્નીને કહ્યું કે તેજીને અંદર બોલાવ. પિતા અને માતાની આ પહેલી મુલાકાત હતી. પિતાએ ‘ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી’ કવિતા વાંચી હતી. મા રડી પડી હતી. એવામાં એ દોસ્તે માતા અને પિતાને થોડા સમય માટે એકલાં મૂક્યાં હતાં. થોડા સમય પછી એ મિત્ર માળા લઈને આવ્યા અને પિતાને કહ્યું કે આમને પહેરાવી દ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK