તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 16નું શૂટિંગ શરૂ કરી દીધું છે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને લોકોને સ્વાસ્થ્ય સંબંધી ખાસ સલાહ આપી છે. સોશ્યલ મીડિયામાં તેઓ પોતાના ફૅન્સ સાથે અનેક બાબતોને લઈને ચર્ચા કરતા રહે છે. ક્યારેક પ્રેરણાત્મક સૂચનો દ્વારા લોકોને પ્રોત્સાહન પણ આપે છે. તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 16નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરથી પોતાના કેટલાક ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું કે ‘શરીરનું હલનચલન હવે પહેલાં જેવું નથી થતું, પરંતુ મૂવમેન્ટ કરું છું. શરીરનું હલનચલન કરવું અગત્યનું છે. આપણો જન્મ આ યુનિવર્સમાં હલનચલન માટે થયો છે.
ઉપર-નીચે, આજુબાજુ હરતા-ફરતા રહો. ફિઝિકલ ટ્રેઇનિંગમાં જે મૂવમેન્ટ હોય છે એ અમારા જેવા લોકો માટે મને ગમે છે અને એ દેખાડે છે કે હલનચલન કેટલું જરૂરી છે. ૮૨ વર્ષના પુરુષ માટે સંપૂર્ણ આરોગ્ય જાળવી રાખવા માટે મૂવમેન્ટ જરૂરી છે. એમાં સાધારણ રીતે વૉકિંગ, સ્વિમિંગથી ગતિ, સ્ટ્રેન્ગ્થ અને બૅલૅન્સ જાળવવામાં મદદ મળે છે. સ્ટ્રેચિંગથી ફ્લેક્સિબિલિટી વધે છે અને ઇન્જરી થવાનું જોખમ ઘટે છે. સાથે જ સોશ્યલ ઍક્ટિવિટીઝ જેવી કે ડાન્સિંગ અથવા તો ગ્રુપ એક્સરસાઇઝ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ઘણા લાભ થાય છે. કોઈ પણ એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં સાવચેતીનું ધ્યાન રાખતાં હેલ્થ-કૅર પ્રોફેશનલની સલાહ લો.’