મોલ્કીમાં દેખાશે પ્રિયલ મહાજન અને અમર ઉપાધ્યાય
પ્રિયલ મહાજન અને અમર ઉપાધ્યાય
કલર્સ ચૅનલ પર હાલમાં નવો શો ‘મોલ્કી’ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં પ્રિયલ મહાજન અને અમર ઉપાધ્યાય જોવા મળશે. આ શોની સ્ટોરી પૈસા માટે નાની ઉંમરની છોકરીને મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે એ વિશે છે. આ શોમાં ૧૯ વર્ષની પૂર્વીનું પાત્ર પ્રિયલ ભજવતી જોવા મળશે જ્યારે મિડલ-એજની વ્યક્તિ વિરેન્દરનું પાત્ર અમર ભજવતો જોવા મળશે. ઉત્તર પ્રદેશના શ્રવસ્તી ગામની આ સ્ટોરી દેખાડવામાં આવશે જેમાં પૂર્વી કોરી કાસ્ટની હોય છે અને નાનાં બાળકોને ટ્યુશન આપી તે પૈસા કમાઈને પોતાના એજ્યુકેશન માટે ફી ભરતી હોય છે. તેનાં લગ્ન વિરેન્દર એટલે કે ગામના સરપંચ સાથે કરાવવામાં આવે છે. આ શોને એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ વિશે પ્રિયલે કહ્યું હતું કે ‘મારું પૂર્વીનું પાત્ર ખૂબ જ જવાબદાર વ્યક્તિનું હોય છે જેની મૉરલ વૅલ્યુ ખૂબ જ ઊંચી હોય છે. આ પાત્ર ભજવવાની સાથે મને ઇન્ડસ્ટ્રીના ઉત્તમ ઍક્ટર સાથે કામ કરવાની તક મળી રહી હોવાથી હું ખૂબ જ ખુશ છું. મને આશા છે કે દર્શકો અમને ખૂબ જ પ્રેમ અને સપોર્ટ આપશે.’
ઘણા સમય બાદ ફરી ટીવીમાં જોવા મળનાર અમરે કહ્યું હતું કે ‘અમારા ‘મોલ્કી’નો કન્સેપ્ટ ખૂબ જ યુનિક અને પાવરફુલ છે. આ પ્રકારની સ્ટોરી અત્યાર સુધી ટીવી પર દેખાડવામાં નથી આવી. વિરેન્દર પ્રતાપ સિંહ ૫૦ ગામનો સરપંચ અને લૅન્ડલૉર્ડ હોય છે. મારું પાત્ર ખૂબ જ સ્ટ્રૉન્ગ હોય છે, પરંતુ તેની લાઇફમાં જ્યારે પૂર્વી આવે છે ત્યારે તેનામાં ખૂબ જ મોટો ઇમોશનલ ચેન્જ આવે છે. એકતા સાથેનો મારો ઇતિહાસ ખૂબ જ મોટો છે અને અમે એને ફરી રિપીટ કરીએ એવી આશા છે. તેમ જ હું આઠ વર્ષ બાદ કલર્સ સાથે કામ કરી રહ્યો છું એથી તેમની સાથે પણ કામ કરવાની મજા આવશે.’