તે હાલમાં ‘ભાગ્યલક્ષ્મી’માં જોવા મળી રહી છે. શોમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે એથી ઐશ્વર્યા તેના ઘરે જઈ શકે એમ નથી
ઐશ્વર્યા ખરે
ઐશ્વર્યા ખરેનું કહેવું છે કે ગણેશચતુર્થીના દિવસે તે ભોપાલ જવાને મિસ કરી રહી છે. તે હાલમાં ‘ભાગ્યલક્ષ્મી’માં જોવા મળી રહી છે. શોમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે એથી ઐશ્વર્યા તેના ઘરે જઈ શકે એમ નથી. આ વિશે વાત કરતાં ઐશ્વર્યાએ કહ્યું કે ‘ગણેશચતુર્થી મારો ફેવરિટ ફેસ્ટિવલ છે. હું બાળક હતી ત્યારથી ગણેશચતુર્થી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. મને હજી પણ યાદ છે કે હું ઘરમાં હતી ત્યારે મેં બાપ્પાને ઘરે લાવવા માટે જીદ કરી હતી. આથી ભોપાલમાં અમારા ઘરમાં એક ટ્રેડિશન બની ગઈ હતી. અમે છેલ્લાં પંદર વર્ષથી ઘરે ગણેશજીને લાવીએ છીએ. જોકે આ વર્ષે મારા પેરન્ટ્સ જ્યારે ઘરે બાપ્પાને લાવશે ત્યારે હું નહીં જઈ શકું અને એને હું મિસ કરી રહી છું. જોકે ગણેશજીના આશીર્વાદ લેવા માટે હું વિવિધ પંડાલમાં જઈશ અને મારા કેટલાક ફ્રેન્ડ્સ પણ તેમના ઘરે ગણેશજીને બેસાડે છે એથી હું તેમના ઘરે પણ જઈશ.’