Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'તારક મહેતા'માં જોવા મળશે અમેરિકી અભિનેતા, બનશે જેઠાલાલના પાડોશી!

'તારક મહેતા'માં જોવા મળશે અમેરિકી અભિનેતા, બનશે જેઠાલાલના પાડોશી!

Published : 02 May, 2019 10:12 AM | Modified : 20 February, 2020 03:43 PM | IST | મુંબઈ

'તારક મહેતા'માં જોવા મળશે અમેરિકી અભિનેતા, બનશે જેઠાલાલના પાડોશી!

કલ પેને વ્યક્ત કરી તારક મહેતામાં કામ કરવાની ઈચ્છા

કલ પેને વ્યક્ત કરી તારક મહેતામાં કામ કરવાની ઈચ્છા


ભારતીય અમેરિકન અભિનેતા કલ પેને ટ્વીટ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કલ પેન અમેરિકામાં જન્મેલા ગુજરાતી અભિનેતા છે. તેમણે તાજેતરમાં એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો જેમાં તેઓ લેડિઝ ભાઈના કિરદારમાં નજર આવ્યા હતા.


 
 
 
View this post on Instagram

Meet Ladies Bhai: an old, ridiculous Gujarati sketch character with a great shirt.

A post shared by Kal Penn (@kalpenn) onApr 29, 2019 at 6:11am PDT




 
 
 
View this post on Instagram

Meet Ladies Bhai: an old, ridiculous Gujarati sketch character with a great shirt.

A post shared by Kal Penn (@kalpenn) onApr 29, 2019 at 6:11am PDT


કલ પેનના આ વીડિયોમાં કેટલાક લોકોએ સજેશન આપ્યું કે તમારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવું જોઈએ. આ મામલે રીએક્ટ કરતા કલ પેને કહ્યું કે, 'તમે મજાક કરો છો પરંતુ મારા માટે આ એક લક્ષ્ય રહ્યું છે.' કલ પેનના આ ટ્વીટ બાદ તો ટ્વીટરાતીઓને મજા આવી ગઈ.



કલ પેનની ઈચ્છા મામલે શૉના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે, 'કલ્પેન ભાઈ! તમારી પાસેથી સાંભળીને સારું લાગ્યું. ગોકુલધામમાં જેઠાલાલના ઘરની બાજુમાં એક ફ્લેટ ખાલી જ છે. તમારું ગમે ત્યારે સ્વાગત છે. '

મિડે-ડેએ જ્યારે અસિત મોદી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમણે કલ પેન સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે કહ્યું કે "હું ખુશ થાઈશ જો તેઓ આ શો નો ભાગ બનશે, ભલે થોડા જ એપિસોડ્સ માટે.મેં તેનો સંપર્ક કર્યો છે. હું તેની સાથે વાત કરીશ."

આ પણ વાંચોઃ શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને મળી ગયા નવા દયા ભાભી ?

અસિત મોદી અને તારક મહેતાએ ભારતીય દર્શકોને જેઠાલાલ અને દયાબેન જેવા કિરદારો આપ્યા છે. અને જો તેમાં લેડિઝભાઈની એન્ટ્રી થશે તો હાસ્યનો ડોઝ ડબલ થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 03:43 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK