નાગિન 4 : આ વખતે એક નહીં, બે નાગિન બદલો લેશે
નિયા શર્મા
૨૦૧૫થી કલર્સ પર આવતી એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સની ફૅન્ટસી ડ્રામા ‘નાગિન’ સિરિયલની ત્રણ સીઝન પૂરી થઈ ચૂકી છે.
ઇન્ડિયન ટેલિવિઝનમાં હાઇએસ્ટ રેટિંગ મળી ચૂક્યું છે એવી નાગિનની પહેલી અને બીજી સીઝનમાં મુખ્ય પાત્રમાં અભિનેત્રી મૌની રૉય હતી જે પછી તો ૨૦૧૮માં અક્ષયકુમારની ‘ગોલ્ડ’ અને યશની ‘K.G.F.’ જેવી હિન્દી ફિલ્મોમાં દેખાઈ હતી. ત્રીજી સીઝનમાં ટેલિવિઝન અભિનેત્રી સુરભિ જ્યોતિ નાગિન બની હતી. કલર્સના આ સુપરનૅચરલ શોમાં હવે નાગિન કોણ બનશે એની સૌ ચાહકો રાહ જોઈ રહ્યા હતા, જેનાં નામ ફાઇનલી સામે આવી ગયાં છે.
ADVERTISEMENT
પહેલું નામ નિયા શર્માનું છે જે સ્ટાર પ્લસની ‘કાલી - એક અગ્નિપરીક્ષા’ અને ‘એક હઝારોં મેં મેરી બહેના હૈ’ જેવી સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકી છે, પણ આ વખતની નાગિનમાં વધુ એક સરપ્રાઇઝ છે. એકતા કપૂર વધારે રોમાંચકતા લાવવા એક નહીં, બે નાગિનને ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, જેમાં એક સારી હશે અને એક ખરાબ (એકતા કપૂરે તાજેતરમાં જ એનું ટીઝર લૉન્ચ કર્યું છે જેમાં બે નાગિન છે, પણ બન્નેમાંથી કોઈના ચહેરા સ્પષ્ટ નથી થતા). ‘નાગિન 4’માં એકનું પાત્ર નિયા શર્મા ભજવશે અને બીજી નાગિનનું પાત્ર આલિશા પનવાર ભજવશે.
આલિશા ‘કલર્સ ટીવી’ના ‘ઇશ્ક મેં મરજાવાં’માં મુખ્ય પાત્ર ભજવતી હતી, જે ‘નાગિન 4’માં નિયા શર્મા સાથે પૅરૅલલ લીડ ભજવશે.