‘એક કુડી પંજાબ દી’ એક વ્યક્તિમાં રહેલી ક્ષમતા અને રિલેશનશિપના પાવરને વધુ મહત્ત્વ આપશે. મારા છેલ્લા શોને દર્શકો અને મારા ફૅન્સે ખૂબ જ સપોર્ટ આપ્યો હતો અને આ શોને પણ આપશે એવી આશા રાખું છું.’
‘એક કુડી પંજાબ દી’ની ધમાકેદાર એન્ટ્રી
તનીષા મેહતા અને અવિનાશ રેખી ‘એક કુડી પંજાબ દી’માં અનુક્રમે હીર અને રાંઝાનું પાત્ર ભજવતાં જોવા મળશે. તેમણે હાલમાં જ આ શોને લૉન્ચ કર્યો હતો જેમાં તેમણે ટ્રૅક્ટર પર એન્ટ્રી કરી હતી. તનીષા આ શોમાં હીર કૌર વિર્કનું પાત્ર ભજવી રહી છે જે પંજાબી ફૅમિલીમાં જન્મી હોય છે અને લૉયર બનવા માગતી હોય છે. તેને ખાવાનો ખૂબ જ શોખ હોવાથી તેને ચટોરી કહીને બોલાવવામાં આવતી હોય છે. તેના પિતા જ તેની તાકાત અને તેની વીકનેસ છે અને તેમણે તેને હંમેશાં સત્ય માટે લડતાં શીખવ્યું હોય છે. તે જ્યારે અટવાલ ફૅમિલીમાં લગ્ન કરે છે ત્યારે તેની લાઇફમાં ખૂબ જ ખતરનાક વળાંક આવે છે. તેના બાળપણના ફ્રેન્ડ રંજિતના પાત્રમાં અવિનેશ જોવા મળશે જેને પ્રેમથી લોકો રાંઝા કહેતા હોય છે. તે હીર પર એક પણ અડચણ નથી આવવા દેતો. આ શો મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. આ વિશે અવિનેશે કહ્યું કે ‘રાંઝાના પાત્ર દ્વારા એક આઇડલ પુરુષ કેવો હોવો જોઈએ એની વિચારસરણી હું બદલવા જઈ રહી છું. આ શોની સ્ટોરી લાઇન અને નરેટિવ ખૂબ જ અદ્ભુત છે અને એ દર્શકોના દિલને સ્પર્શ કરશે. ‘એક કુડી પંજાબ દી’ એક વ્યક્તિમાં રહેલી ક્ષમતા અને રિલેશનશિપના પાવરને વધુ મહત્ત્વ આપશે. મારા છેલ્લા શોને દર્શકો અને મારા ફૅન્સે ખૂબ જ સપોર્ટ આપ્યો હતો અને આ શોને પણ આપશે એવી આશા રાખું છું.’
આ વિશે તનીષાએ કહ્યું કે ‘હું ‘એક કુડી પંજાબ દી’માં કામ કરવાને લઈને ખૂબ જ ઉત્સુક છું. પંજાબની ગલીઓમાં દૃશ્યના શૂટ માટે દોડવું અને એ જગ્યાને માણવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આ શો પ્રેમ અને ક્યારેય પણ તોડી નહીં શકાય એવી યુનિક ફ્રેન્ડશિપના બૉન્ડ વિશે છે. મારું માનવું છે કે હીરનું પાત્ર ખૂબ જ સમજીવિચારીને લખવામાં આવ્યું છે. મારા નવા શો અને પાત્રને લોકો કેવું રીઍક્શન આપે છે એ જોવા માટે હું આતુર છું.’

