'યે હૈ મહોબ્બતેં'ફેમ કરણ પટેલ લગ્નના 4 વર્ષ પછી બન્યા એક દીકરીનો પિતા
'યે હૈ મહોબ્બતેં'ના રમન ભલ્લાના ઘરે કિલકારીઓ, લગ્નના 4 વર્ષ પછી બન્યા પિતા
એકતા કપૂર (Ekta Kapoor)ની સીરિયલ 'યે હૈ મહોબ્બતેં' (Yeh Hai Mohabbatein)માં રમન ભલ્લાનું પાત્ર ભજવનારા અભિનેતા કરણ પટેલના પ્રશંસકો માટે ખુશખબરી છે. કરણ પટેલ અને તેની પત્ની અંકિતા ભાર્ગવા પેરેન્ટ્સ બની ગયા છે. અંકિતાએ દીકરીને જન્મ આપ્યો છે. અકિતા અને કરણનો આ પહેલો દીકરો છે.
ADVERTISEMENT
સ્પૉટ બૉય વેબસાઇટે પોતાની રિપોર્ટમાં આની માહિતી આપી છે. રિપોર્ટ પ્રમાણે આ સ્ટાર્સના નજીતના સૂત્રોએ આ બાબતની માહિતી મળી છે. હાલ અંકિતા અને તેની દીકરી બન્ને સ્વસ્થ છે. અંકિતા અને કરણે આ વિશે હજી સુધી કોઇ જ ઑફિશિયલ માહિતી આપી નથી. કરણ અને અંકિતાના લગ્ન વર્ષ 2015માં થયા હતા.
કરણ પટેલનો શૉ 'યે હૈ મહોબ્બતેં' બંધ થવાનું છે. આ શૉની શરૂઆતથી જ દર્શકોમો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. જો કે, આ શૉની બીજી સીઝન શરૂ થવાની છે. આ સીરિયલનું નામ છે 'યે હૈ ચાહતેં'. જેનો પ્રોમો પણ આવી ગયો છે જેમાં રમન અને તેની ઑનસ્ક્રીન પત્ની ઇશિતા તૃષા સાથે મળાવે છે.
A post shared by Karan Patel (@karan9198) onDec 5, 2019 at 12:18am PST
શૉના બંધ થવાની ખબરને કારણે કરણ પણ ખૂબ જ ઉદાસ છે. આ વિશે કરણે પોતે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું. કરણે શૉમાંથી પોતાની અને દિવ્યાંકાની એક તસવીર શૅર કરી હતી. પોસ્ટમાં કરણે લખ્યું, "દરેક સારી વસ્તુ એક વાર પૂરી થઈ જાય છે. હવે શૉ યે હૈ મહોબ્બતેંને બાય કહેવાનો સમય આવી ગયો છે. મારી માટે આ ફક્ત એક શૉ નથી. આ મારી માટે ઘર છે. જ્યાં મારો પરિવાર અને મારા મિત્રો છે. અહીં મને અલી, અભિષેક, સંગ્રામ અને રાજ જેવા ભાઇ મળ્યા, અને બધાં જ મહત્વપૂર્ણ સસરા. છ વર્ષનું આ કનેક્શન શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી. "
કરણ સિવાય શૉમાં રૂહી ભલ્લાનું પાત્ર ભજવનારી અભિનેત્રી અદિતિએ પણ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અદિતિ રડતી દેખાય છે. આ વીડિયો શૅર કરતાં અદિતિએ લખ્યું, "આજે મારું શૉના સેટ પર છેલ્લું શૂટ હતું. મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ બંધ થઈ ગયો છે અને કાલે શૂટિંગ માટે કોઇ ફોન નહીં આવે. મારો સફર શાનદાર રહ્યો. ઘણું બધું શીખવા મળ્યું, મારી માટે આ સપનું પૂરું થવા જેવું હતું."
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK