ફાઇનલી યે હૈં ચાહતેં માટે માં મળી જ ગઈ
ઇન્દિરા ક્રિષ્નાન
‘યે હૈં મહોબ્બતેં’ની જગ્યાએ આવનારા બાલાજી ટેલિફિલ્મ્સના નવા શો ‘યે હૈં ચાહતેં’નાં લીડ સ્ટાર અબરાર કાઝી અને સગુન કૌર છે. આ સગુનની માનું કૅરૅક્ટર કોણ કરે એ માટે લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી, પણ કોઈ મા એકતા કપૂરને ગમતી નહોતી. સાઉથ ઇન્ડિયન બૅકડ્રાપ ધરાવતી આ સિરિયલમાં એકતાને નવા રૂપમાં મા જોઈતી હતી જે હવે છેક અઢી મહિના પછી પૂરી થઈ છે અને ફાઇનલી આ શો માટે ઇન્દિરા ક્રિષ્નાને ફાઇનલ કરવામાં આવી છે.
ઇન્દિરાએ અગાઉ અનેક શો કર્યા છે, પણ આ વખતે ‘યે હૈં ચાહતેં’માં તેના ભાગે લાંબો રોલ આવ્યો છે જે પોતાની દીકરીને બધી બાજુએથી સહકાર આપવા તૈયાર છે અને એ ભૂલ કરે તો પણ તેની બાજુમાં ઊભા રહેવાની તૈયારી દર્શાવે છે.

