ટેલીવિઝનનો મોસ્ટ ફેવરિટ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા બેનના પાત્ર માટે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર મળી હતી. તેમણે આ ઓફરને...
દિવ્યાંકા ત્રિપાઠી ( ફાઈલ ફોટો)
ટેલીવિઝનનો મોસ્ટ ફેવરિટ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનનું પાત્ર ખુબ જ લોકપ્રિય છે. જે પાત્ર માટે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર કરવામાં આવી હતી. તેમણે આ ઓફર રિજેક્ટ કરી હતી.
દિવ્યાંકા ત્રિપાઠીએ `મેં બનુ તેરી દુલ્હન` અને `મહોબ્બતે` સીરિયલથી લોકપ્રિયતા મેળવી છે. જે બંને સીરિયલમાં દિવ્યાંકાએ પોતાનો રોલ બખુબી નિભાવ્યો હતો. પણ શું તમને ખબર છે કે મોસ્ટ પોપ્યુલર શૉ તારક મહેતાના ઉલ્ટા ચશ્માં માં દયા બેનના પાત્ર માટે પણ દિવ્યાંકાને ઓફર મળી હતી. પરંતુ અભિનેત્રીએ આ શૉમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. આ માહિતી સુત્રો અનુસાર મળી છે. હવે આ ખબર કેટલા અંશે સાચી છે તે દિવ્યાંકા ત્રિપાઠી જ વધારે જાણતી હશે.
ADVERTISEMENT
આપણે બધા જાણીએ જ છીએ કે હાલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માં દયા બેનનું પાત્ર દિશા વાકાણી ભજવી રહી છે. આ રોલ માટે દિશા વાકાણી બિલકુલ પરફેક્ટ જોકે છેલ્લા 3\4 વર્ષથી દિશા આ સીરિયલમાંથી ગાયબ છે. તેઓ મેટરનિટી લીવ પર ગયા હતા, હજી સુધી શૉ માં પરત આવ્યા નથી તેમની રાહ જોવાઈ રહી છે.
દિવ્યાંકા ત્રિપાઠી ખતરોકે ખેલાડી 11 માં જોવા મળશે. આપને જણાવીએ ખ દિવ્યાંકાને તારક મહેતા સિવાય પણ અનેક શૉ ની ઓફર મળી ચુકી છે. તેમને ક્યા હુઆ તેરા વાદા, આજ કી હાઉસવાઈફ અને પુનઃર્વિવાહ જેવી કેટલીય સીરિયલો માટે દિવ્યાંકાને ઓફર મળી હતી. જે શૉ પણ હિટ રહ્યાં હતાં.