આવો રહ્યો બિગ બૉસ 13નો 17મો દિવસ..વાંચો અપડેટ્સ
રશ્મિ અને દેવોલીના
ટીવી રિઆલિટી શો બિગ બૉસ 13માં હવે મોટો ફેરફાર થયો છે. જ્યા કેટલાક દિવસો પહેલા સુધી પ્રતિસ્પર્ધીઓ એકબીજા સાથે સારો વ્યવહાર કરી રહ્યા હતા અને હવે તેઓ તમામ વીકેન્ડમાં પહોંચવા માટે ગેમ રમી રહ્યા છે. આ અઠવાડિયે બિગ બૉસના હાઉસમાં ઘરના લોકોને બીબી ટૉય ફેક્ટરી ટાસ્ક આપવામાં આવ્યું હતું. જેનો એક ભાગ એક દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. જે બાદ બાકીનું ટાસ્ક પુરું કરવામાં આવ્યું.
-ટૉય ફેક્ટરી ટાસ્કના બચેલા ભાગની શરૂઆત થઈ હતી. જેમાં કોઈ પણ પ્રતિસ્પર્ધી દિલથી રમતા નજર ન આવ્યા. બંને ટીમોએ લાપરવાહી કરતા ટાસ્ક પુરું ન કર્યું. જેના કારણે બિગ બૉસ ટૉય ફેક્ટરી ટાસ્કને રદ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં બિગ બૉસે તમામ પ્રતિસ્પર્ધીઓને ફટકાર પણ લગાવી.
-ભોજન ઓછું હોવાના કારણે ફરી એકવાર રશ્મિ દેસાઈ અને દેવોલીના વચ્ચે લડાઈ થઈ ગઈ. બંનેની આ લડાઈમાં પારસ છાબરા અને સિદ્ધાર્થ ડે પણ અલગ અલગ લોકોના સમર્થન માટે પહોંચ્યા હતા. પરંતુ બાદમાં તેમની પણ લડાઈ અસિમ રિયાઝ સાથે શરૂ થઈ ગઈ.
ADVERTISEMENT
-રશ્મિ દેસાઈએ દેવોલીના સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે કલર્સ ટીવી પર આવતા શો દિલ સે દિલ તકમાંથી સિદ્ધાર્થ તેમને કઢાવવા માંગતા હતા. પરંતુ બાદમાં તેઓ ખૂદ જ નીકળી ગયા. રશ્મિએ કહ્યું કે સિદ્ધાર્થ સાથે અનેક વાર અપશબ્દો પણ બોલાયા હતા.
આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.
-ટાસ્ક દરમિયાન દેવોલીના અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ધક્કા મુક્કી થઈ ગઈ, જે ઘણી વાર સુધી ચાલતી રહી. બાદમાં તેમાં શહનાઝ ગિલ પણ કુદી પડી હતી. દેવોલીનાની ટીમમાં પાસર છાબડા પણ હતા. દેવોલીનાનો સપોર્ટ કરવા બદલ શહનાઝની પણ તેમની સાથે લડાઈ થઈ હતી.