Independence Day: સિદ્ધાર્થ અને શહેનાઝનો દેશભક્તિ ગીતનો વીડિયો વાઈરલ
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ
આજે બિગ-બૉસ 13નો વિનર સિદ્ધાર્થ શુક્લા અને સ્પર્ધક શહેનાઝ ગિલનો વીડિયો 74માં સ્વાતંત્ર્ય દિવસ એટલે 15 ઑગસ્ટ 2020ના રોજ ચર્ચાનો વિષય બની ગયો છે. આ વીડિયોમાં બિગ-બૉસ 13ના બન્ને કલાકાર 'યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલો કા મસ્તાનો કા' આ દેશભક્તિ ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ડાન્સ ચેલેન્જ શહેનાઝ ગિલે સિદ્ધાર્થ શુક્લાને આપી હતી અને તેણે આ ચેલેન્જ સારી રીતે કરી બતાવી.
પહેલા શહેનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ મારો દેશ છે અને મને તેના પર ગર્વ છે'. આ ગીત સુખવિન્દર સિંહના અવાજમાં છે અને શહનાઝે તેમને ટેગ કર્યા અને લખ્યું, 'તમારી આ સલામીને ફરી એકવાર આખા રાષ્ટ્રને બતાવશે કે આ દેશ સદીઓથી પરંપરા છે, સાથે એવું લખ્યું, 'હર ડર રે આગે જીત હૈ' આ મુશ્કેલી અને દરેક મુશ્કેલીથી અમે ફરી જીતીશું.'
ADVERTISEMENT
શહનાઝે વધુમાં લખ્યું છે કે, 'આ દેશ, તેના બહાદુર સૈનિકોને મારો સલામ. હવે તમારો વારો સિદ્ધાર્થ શુક્લા.'
આ પછી સિદ્ધાર્થ શુક્લાએ પણ આ દેશભક્તિ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો અને પોતાનો આ વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું, 'દેશ કા બચ્ચા-બચ્ચા જાનતા હૈ કી જીતના હમારી ફિતરત મેં હૈ.'
સુખવિન્દર સિંહે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શૅર કરતા લખ્યું છે, બધાને એક સાથે યાદ કરવાનો પ્રયાસ કરતા, 'યે દેશ હૈ વીર જવાનોં કા અને આ ઘડીએ પણ આપણે ફરીથી જીતીશું. આ દેશની ભાવનાને મારી એક સલામ. જો કે, આપણે અહીં જણાવી દઈએ કે આ શ્રદ્ધાંજલિ સ્વતંત્રતા દિવસના દિવસે એક સોફ્ટડ્રિન્ક બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં દેશભક્તિની ભાવનાને સલામ કરવામાં આવે છે.

