આ ઇવેન્ટ રવિવારે રાતે વિન્ડસર કાસલમાં યોજવામાં આવી હતી
રેસ ટાઇમ : માયામીમાં યોજાયેલી એફવન ગ્રાં પ્રિ ઑફ માયામીમાં ટૉમ ક્રૂઝે હાજરી આપી હતી. તે આ ગ્રાં પ્રિની ગ્રિડ લેનમાં જોવા મળ્યો હતો. તેની સાથે શકીરા અને વિન ડીઝલ જેવી ઘણી સેલિબ્રિટીએ પણ હાજરી આપી હતી.
ટૉમ ક્રૂઝે હાલમાં જ કિંગ ચાર્લ્સ ૩ને વિન્ગમૅન બનવા માટે ઇન્વાઇટ કર્યા છે. કિંગ ચાર્લ્સના કોરોનેશન કૉન્સર્ટમાં ટૉમ ક્રૂઝે આ વાત કહી હતી. આ ઇવેન્ટ રવિવારે રાતે વિન્ડસર કાસલમાં યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ‘ડિડ યુ નો?’ સેગમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પ્રી-રેકૉર્ડેડ વિડિયો દેખાડવામાં આવ્યો હતો જેમાં પિયર્સ બ્રોસ્નન, બેઅર ગ્રિલ્સ અને ટૉમ ક્રૂઝ જેવી ઘણી સેલિબ્રિટીએ તેમની વાત કહી હતી. આ વિશે ટૉમ ક્રૂઝે કહ્યું કે ‘પાઇલટ ટુ પાઇલટ. યૉર મૅજેસ્ટી, તમે ગમે ત્યારે મારા વિન્ગમૅન બની શકો છો.’
ટૉમ ક્રૂઝ અગાઉ પણ રૉયલ ઇવેન્ટમાં હાજર રહી ચૂક્યો છે. તે ૧૯૯૭માં તેની એ સમયની પત્ની નિકૉલ કિડમૅન સાથે ચાર્લ્સની પહેલી પત્ની ડાયનાના ફ્યુનરલમાં પણ ગયો હતો. ટૉમ ક્રૂઝ જ નહીં, પરંતુ પ્રિન્સ વિલિયમ અને કૅથરિન પણ ગયા વર્ષે ‘ટૉપ ગન : મૉવરિક’ના પ્રીમિયરમાં ગયાં હતાં. એ સમયે ટૉમ ક્રૂઝે રૉયલ પ્રોટોકૉલ તોડ્યો હતો. તેણે દાદર પર કૅથરિનનો હાથ પકડીને તેનું સ્વાગત કર્યું હતું. ટૉમ ક્રૂઝ સહિત ઘણી સેલિબ્રિટીઝ આ ઇવેન્ટમાં હાજર રહી હતી, જેમાં લગભગ દુનિયાભરના ૨૦૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

