ઓસ્કાર ઈવેન્ટ દરમિયાન કોમેડિયન ક્રિસ રૉકને થપ્પડ મારવા બદલ વિલ સ્મિથ(Will Smith)પર 10 વર્ષ માટે ઓસ્કારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
થપ્પડ કાંડની વિલ સ્મિથને મળી સજા
ઓસ્કાર ઈવેન્ટ દરમિયાન કોમેડિયન ક્રિસ રૉકને થપ્પડ મારવા બદલ વિલ સ્મિથ(Will Smith)પર 10 વર્ષ માટે ઓસ્કારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ વખતે વિલ સ્મિથને ફિલ્મ કિંગ રિચર્ડમાં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.
પરંતુ અચાનક થપ્પડ કાંડને કારણે ઓસ્કરની તમામ ચર્ચા વિલ સ્મિથ તરફ વળી ગઈ. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સના પ્રમુખ ડેવિડ રૂબિન અને મુખ્ય કાર્યકારી ડેન હડસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે 94મો ઓસ્કાર સમારોહ ઘણા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.
ADVERTISEMENT
પરંતુ વિલ સ્મિથના આવા કૃત્યથી ઉત્સાહ અને આનંદની ક્ષણો પર પાણી ફરી વળ્યુ હતું. જોકે, આ ઘટના બાદ વિલ સ્મિથે ક્રિસ રૉકની માફી માંગી હતી અને 1 એપ્રિલે એકેડેમીમાંથી રાજીનામું આપી દીધું હતું.