નૉર્થ પોલથી ૫૦૦ માઇલ દૂર સાઉથમાં સ્વાલબર્ડમાં ટૉમ ક્રૂઝ તેની ‘મિશન ઇમ્પૉસિબલ’ સિરીઝની આઠમી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો
ટૉમ ક્રૂઝ
ટૉમ ક્રૂઝે ઇગ્લુમાં રહેવા માટે ૯૫મા ઑસ્કર અવૉર્ડ્સમાં હાજરી આપવાનું ટાળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષના ઑસ્કર અવૉર્ડ્સની છ કૅટેગરીમાં ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન : મૉવરિક’ નૉમિનેટ થઈ હતી. તેની આ ફિલ્મ બેસ્ટ પિક્ચરની કૅટેગરીમાં પણ નૉમિનેટ થઈ હતી. નૉર્થ પોલથી ૫૦૦ માઇલ દૂર સાઉથમાં સ્વાલબર્ડમાં ટૉમ ક્રૂઝ તેની ‘મિશન ઇમ્પૉસિબલ’ સિરીઝની આઠમી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે પ્રાઇવેટ જેટમાં હૉલીવુડ જઈને ડિરેક્ટર ક્રિસ મૅક્કવેરી સાથે જોડાશે એવું લાગી રહ્યું હતું. જોકે એવી ચર્ચા છે કે ટૉમને ખબર હતી કે તેની ફિલ્મને ઑસ્કર નહીં મળે અને એથી તેણે લોકોની સામે બેસીને હસવા અને તાળીઓ પાડવા કરતાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં તે ઇગ્લુમાં રહે છે. આ અવૉર્ડ્સમાં ફિલ્મને છ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી, પરંતુ ફક્ત બેસ્ટ સ્કોરનો અવૉર્ડ મળ્યો છે.