૨૦૨૧ના સપ્ટેમ્બરમાં આ રેકૉર્ડ ડેરેક પાસે હતો
ટેલર સ્વિફ્ટ
ટેલર સ્વિફ્ટ પહેલી એવી સેલિબ્રિટી બની છે જેનું આલબમ બિલબોર્ડ હૉટ 100ના સમગ્ર ટૉપ ટેનમાં તેનાં ગીત હોય. ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં આ રેકૉર્ડ ડેરેક પાસે હતો. ટૉપ ટેનમાંથી તેનાં નવ ગીત ટ્રેન્ડ કરી રહ્યાં હતાં. જોકે હવે આ રેકૉર્ડ ટેલર સ્વિફ્ટે પોતાને નામ કરી લીધો છે. ટૉપ ટેનમાં તેનાં દસ ગીતનો સમાવેશ થાય છે. આ વિશે ટેલરે ટ્વીટ કર્યું હતું કે ‘હૉટ 100ના ટૉપ ટેનમાં દસેદસ ગીત મારાં? એ પણ મારા દસમા આલબમનાં? મારી પાસે આ માટે કોઈ શબ્દ નથી.’
ટેલરે ૨૧ ઑક્ટોબરે તેનાં ૧૩ ગીતનું આલબમ રિલીઝ કર્યું હતું અને એના ડીલક્સ વર્ઝનમાં સાત ઍડિશનલ સૉન્ગ હતાં. છેલ્લાં સાત વર્ષમાં આ સૌથી મોટા આલબમમાંનું એક છે.