આ શોમાં તે પ્રેમજી અણજારિયાના રોલમાં જોવા મળ્યો હતો
સની પંચોલી
સની પંચોલી ‘બાલિકા વધૂ 2’માં પિતાનો રોલ કરી શકતો ન હોવાથી તેણે આ શોને અલવિદા કરી દીધું છે. તેનું કહેવું છે કે તે ગુજરાતી ઉચ્ચારણ નહોતો કરી શકતો. જોકે અત્યાર સુધીની જર્નીથી તે સંતુષ્ટ છે. આ શોમાં તે પ્રેમજી અણજારિયાના રોલમાં જોવા મળ્યો હતો. શો વિશે સની પંચોલીએ કહ્યું કે ‘મારા માટે એ ચૅલેન્જિંગ હતું, કારણ કે મેં કદી ગુજરાતી ઉચ્ચારણવાળું પાત્ર નહોતું ભજવ્યું. આકર્ષક પર્સનાલિટી સાથે વિવિધ શેડ્સવાળું પાત્ર જે પ્રભાવશાળી, સ્ટાઇલિશ અને નાની આનંદી અને શોના પરિવારનાં અન્ય પાત્રો પ્રત્યે વહાલ વરસાવનાર છે. મને ચૅલેન્જ પસંદ છે અને મને લાગે છે કે મેં સારી રીતે મારો રોલ ભજવ્યો છે.’
શો છોડવાનું ખરું કારણ જણાવતાં સની પંચોલીએ કહ્યું કે ‘મારી ઉંમરના ઍક્ટર્સના પિતાનો રોલ કરવો અજીબ લાગે છે, એથી મેં એ કૅરૅક્ટરને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે જેની સાથે હું બંધ બેસતો નથી. આ રીતે જ ટેલિવિઝનના શો કામ કરે છે અને એથી હું પ્રોજેક્ટ પસંદ કરવામાં સાવધ રહું છું. તેમણે પણ મને સમજવો જોઈએ.’

