મારી સાથે આવું મારી ૨૩ વર્ષની કરીઅરમાં ક્યારેય નહોતું થયું. - પ્રિયંકા
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તે ‘લવ અગેઇન’ની રેડ કાર્પેટ પર પડી ગઈ હતી, પરંતુ મીડિયાએ તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતાં એક પણ ફોટો ક્લિક નહોતો કર્યો. આ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મેં આ વિશે વાત નહોતી કરી, કારણ કે હું પણ સોશ્યલ મીડિયામાં રોજ એ વિશે શોધી રહી હતી. જોકે હું એ દિવસે ડ્રેસમાં ખૂબ જ મોટી હીલ્સ પહેરીને ગઈ હતી. રેડ કાર્પેટ પ્રેસથી છલોછલ હતું. દરેક જણ ફોટો ક્લિક કરી રહ્યું હતું. હું રેડ કાર્પેટ પર પડી ગઈ હતી. મારી સાથે આવું મારી ૨૩ વર્ષની કરીઅરમાં ક્યારેય નહોતું થયું. દરેક વ્યક્તિએ તેમના કૅમેરા નીચે કરી દીધા અને કહ્યું કે ટેક યૉર ટાઇમ. હું થોડી ડરી ગઈ હતી, પરંતુ તેમણે મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો હતો. આજ સુધી હું પડી એની એક પણ ક્લિપ બહાર નથી આવી. મને ઉઠાવવા માટે પાંચ જણ આવી ગયા હતા. એમાં મારો હસબન્ડ પણ હતો.’