નિક જોનસ જ્યારે બોસ્ટનમાં સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યો હોય છે તે દરમ્યાન તે અચાનક પડી જાય છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
`વર્લ્ડ ટૂર` પર નિક જોનસ
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ (Nick Jonas) હાલ ચર્ચામાં છે. તે પોતાના ભાઈઓ સાથે વર્લ્ડ ટૂર પર નીકળ્યો છે. પોતાની આ ટૂર દરમ્યાન જુદા જુદા શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. આ જ શ્રેણી અંતર્ગત તેણે ગયા શનિવારે ન્યૂયોર્કથી તેની શરૂઆત કરી હતી.
ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં તેણે કોન્સર્ટ કરી હતી. પોતાના ટૂર દરમ્યાનની આ કોન્સર્ટમાં તેને અનેક ચાહકોનો પ્રેમ મળ્યો હતો. તેના કોન્સર્ટમાં ચાહકો મોટી સંખ્યામાં આવ્યા હતા. જોનસ ભાઈઓ બોસ્ટન, મેસેચ્યુસેટ્સના ટીડી ગાર્ડનમાં પરફોર્મ કરી રહ્યા હતા તેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં કંઈક જુદા જ દ્રશ્યો નજરે પડે છે.
ADVERTISEMENT
View this post on Instagram
નિક જોનસ જ્યારે સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યો હોય છે તે દરમ્યાન તે અચાનક પડી જાય છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે નિક જોનસ પોતાના ચાહકો વચ્ચે પરફોર્મન્સ કરવા પહોંચ્યો હતો ત્યારે અચાનક તે સ્ટેજ પર પડી જાય છે. નિકને સ્ટેજ પર પડતા જોઈને તેનો એક સુરક્ષા ગાર્ડ તેની મદદ કરવા લાગે છે. આ સાથે જ નિક તરત જ ઊભો થઈ જાય છે. ઊભો થઈને તે તરત જ ફરી પોતાનું પરફોર્મન્સ શરૂ કરી દે છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે એમ જ્યારે નિક જોનસ પડી જાય છે ત્યારે તેના મોંમાંથી આવાજ પણ નીકળી પડે છે. નિક જ્યારે પડી ગયો હતો ત્યારે તેણે `આઉચ` એમ આવાંજ પણ કર્યો હતો જે વીડિયોમાં સંભળાઈ રહ્યો છે.
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા ટૂર પર ગયેલી પ્રિયંકા ચોપરાનો વીડિયો પણ વાયરલ થયો હતો. એ વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેના પતિને ચીયર અપ કરતી વખતે તેના આંસુ લૂછતી જોવા મળી હતી.
તે વીડિયોમાં પ્રિયંકા રડતી નજરે પડી હતી. પ્રિયંકાને રડતી જોઈને તેના ફેન્સ ખૂબ જ નારાજ થઈ ગયા હતા. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તે તેના પતિને પરફોર્મ કરતા જોઈને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને પોતાના આંસુ રોકી શકી ન હતી.
જોનસ બ્રધર્સની આ વર્લ્ડ ટૂર પર તેમનો આખો પરિવાર તેમની સાથે છે. પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેની પુત્રી માલતી મેરી પણ આ ટૂરમાં જોડાયા છે. સોફી ટર્નરથી લઈને નિકના માતા-પિતા પણ સાથે જ છે. જોનસ બ્રધર્સે આ ટૂર દરમિયાન તેમના માતાપિતા ડેનિસ અને કેવિન જોનસની લગ્નની વર્ષગાંઠ ઉલ્લાસભેર ઉજવી હતી. નિક જોનસ અને પ્રિયંકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. વર્ષ 2022માં તેઓને પુત્રી માલતી મેરીનો જન્મ થયો હતો.