ફિલ્મ નિર્દેશક ગિયુમ કેનેના પિતા પાસે એસ્ટ્રિક્સ અને ઑબ્લિક્સની કૉમિક્સનો ખજાનો હતો અને તે પોતાના બાળકો સાથે પણ એ કોમિક્સ શૅર કરવાનું પસંદ ન કરતા
એસ્ટ્રિક્સ એન્ડ ઑબિલિક્સ ફ્રેંચ સંસ્કૃતિના લાડકા પાત્રો છે - તસવીર સૌજન્ય - પીઆર
એસ્ટ્રિક્સ એન્ડ ઑબિલિક્સ ફ્રેંચ સંસ્કૃતિના લાડકા પાત્રો છે. તેમાંય ખાસ કરીને એસ્ટ્રિક્સ, જે રોમન સામ્રાજ્યમાં આવેલા ગૌલિશ ગામમાં રહે છે અને સાથે તેનો ખાસ મિત્ર ઑબિલિક્સ પણ રહે છે. નાનપણમાં શક્તિના દ્વાવણમાં પડી જવાથી ઑબિલિક્સ બહુ શક્તિશાળી છે પણ તેનાથી હંમેશા કંઇને કંઇ તોડફોડ થયા કરે છે. તે શક્તિવર્ધક દ્રાવણ ન પી લે એ માટે લોકો અથાગ પ્રયત્નો કરતા રહે છે અને એ મેળવવા માટે એ જે ધમપછાડા કરે છે તેના કારણે વધારે ગોટાળા થાય છે. એસ્ટ્રિક્સનો સાહસિક સ્વભાવ તેને અલગ અલગ દેશોમાં લઇ જાય છે અને તેની પાસે હંમેશા વિવિધ પ્રકારની સંસ્કૃતિની વાતો હોય છે. આ પાત્રો પરથી અનેક કૉમિક બૂક્સ સર્જાઇ છે જે કૉમિક બૂક્સ વાંચીને ઉછરેલી પેઢીમાં આજે પણ પૉપ્યુલર છે. વિશ્વની ટોચની પાંચ કૉમિક બૂક્સમાં તેની ગણના થાય છે. તેના એનિમેશન શૉઝ પણ આવ્યા છે અને હવે તેની નવી નક્કોર લાઇવ-એક્શન ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ગિયુમ કેને (Guillaume Canet) આ ફિલ્મના ડાયરેક્ટર છે. તેમણે પોતાની આવનારી ફિલ્મ વિશે વિગતે વાત કરી.
તેમના બાળપણમાં આ એસ્ટ્રિક્સ અને ઑબેલિક્સના પાત્રો કેટલા પૉપ્યુલર હતા તેમ પુછતાં તેમણે કહ્યું કે, ‘મારા પિતા પાસે આ બધી કૉમિક બૂક્સ હતી જે એ મારી સાથે કે મારી બહેન સાથે પણ શૅર ન કરતા અને હવે એ પુસ્તકો હું માર બાળકો માટે તેમની સાથે વાંચું છું. આ પણ એક કારણ છે કે મેં આ ફિલ્મ બનાવી કારણકે માત્ર મારા જ નહીં પણ બધાં જ બાળકો માટે આ ફિલ્મ ખાસ રહેશે.’
તેમણે આ પહેલા બનેલી લાઇવ-ઇન એક્શન ફિલ્મો વિશે કહ્યું કે, ‘મેં 1999માં ક્લાઉડ ઝિડીની ફિલ્મ જોઇ હતી જે મને બહુ ગમી હતી પણ 2002માં જે ફિલ્મ આવી એલેઇન શેબેટની એ કંઇક અલગ જ અનુભવ હતો. એમાં એવી બાબતો હતી જે પહેલાં કોઇ ફ્રેન્ચ ફિલ્મમાં નહોતી જોવા મળી, એમાં કૉમિક સ્ટ્રીપનું એલિમેન્ટ પણ હતું અને છતાં ય તે લાઇવ-ઇન એક્શન ફિલ્મ હતી. વળી 2008માં ઑલિમ્પિક ગેમ્સના મેસ્કોટ તરીકે આ બે પાત્રોનું જે ઇન્સ્ટોલમેન્ટ થયું હતું તે શ્રેષ્ઠ હતું.’
ADVERTISEMENT
આ ફિલ્મ ફાઇનલી ફ્લોર પર ગઇ તે પહેલાં તેના એક ડઝન ડ્રાફ્ટ લખાયા હતા કારણકે ડાયરેક્ટરનો એક જ ધ્યેય હતો કે આ ફિલ્મ સારામાં સારી રીતે બનવી જોઇએ. ડાયરેક્ટર તરીકે ગિયુમ કેનેની આ આઠમી ફિલ્મ છે અને આટલું મોટું બજેટ હોવા છતાં અનુભવી ડાયરેક્ટરે મનમાં જે મર્યાદાઓ નક્કી કરી હતી તેને ધ્યાનમાં રાખીને કામ કર્યું પણ છતાં પણ કોઇપણ પાસામાં નાનકડું સમાધાન પણ કરવામાં નથી આવ્યું. સેટ્સ, કોશ્ચ્યુમ, સ્પેશ્યલ ઇફેક્ટ્સ બહુ ચિવટથી અને ઉત્તમ ગુણવત્તાના બનાવાયા છે. કોશ્ચ્યુમ્સમાં તો એ ડાઇ વપરાઇ છે જે ગેલો-રોમનના સમયમાં વપરાતી હતી અને ડાઇગિં પણ હાથે કરાયું છે.
ડાયરેક્ટર ગિયુમ આ ફિલ્મના લેખક તો છે પણ એ ત્રીજો રોલ ભજવે છે અને એ છે એસ્ટ્રિક્સનો. આ અંગે તે કહે છે, “મારે તો સિઝરનું પાત્ર ભજવવું હતું જે ક્લિઓપેટ્રાના પ્રેમમાં ગળાડૂબ છે અને જેમે ચાઇનિઝ માર્કેટ કબ્જે કહ્યું છે પણ પછી સિઝરના પાત્ર માટે વિન્સેન્ટ કેસેલની પસંદગી કરી કારણકે કોમિક બૂકના સિઝર સાથે તે એકદમ મેળ ખાય છે. મને હતું કે હું રોલ નહીં કરું કારણકે ડાયરેક્ટર તરીકે પણ મારે ખાસ્સું કામ હશે જ પણ આખરે એસ્ટ્રિક્સના પાત્ર માટે એક્ટર નક્કી કરવાની વાત થઇ રહી હતી ત્યારે એક મીટિંગમાં મને કહેવામાં આવ્યું કે હું શા માટે એસ્ટ્રિક્સનું પાત્ર ન કરું? મને ત્યારે વિચિત્ર પણ લાગ્યું કે હું ડાયરેક્ટર હોઉં તો હું કેવી રીતે મુખ્ય પાત્ર ભજવી શકું પણ પછી મને સમજાયું કે ઑબેલ્કિસ અને એસ્ટ્રિક્સનું પાત્ર ભજવનારા એક્ટર મિતર્ હોય તો વધારે સારું પડે. મેં ગિલ્સ વિશે વિચાર્યુ, એણે તો વજન પણ વધારવાનું હતું અને એના સિવાય બીજું કોઇ એ પાત્રમાં બંધ બેસે એવું હતું જ નહીં. મારા મિત્ર સાથે આવા મજાના પાત્ર ભજવવાનો રોમાંચ અલગ જ હોય એ હું સમજ્યો અને મેં પાત્ર ભજવવાનું નક્કી કર્યું.’
ચાર વર્ષે આ પ્રોજેક્ટ પુરો થયો છે અને ડાયરેક્ટર ફિલ્મને લઇને ખૂબ જ એક્સાઇટેડ છે અને તે પોતાના પ્રોડ્યુસર્સ માટે એટલું જ ઇચ્છે છે કે ફિલ્મ દર્શકોને પસંદ આવે અને તેને સારો પ્રતિભાવ મળે.