જૉની ડેપ તેના કેસ દરમ્યાન લંડનની લૉયર જોએલ રિચને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.
લંડનની લૉયર સાથે જૉની ડેપનો રૉમેન્સ?
જૉની ડેપ તેના કેસ દરમ્યાન લંડનની લૉયર જોએલ રિચને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. એક્સ-વાઇફ ઍમ્બર હર્ડના કેસ દરમ્યાનની તેની વકીલ કેમિલી વાસકઝને તે ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી હતી. જોકે તે તેની વકીલને ડેટ તો કરી રહ્યો છે, પરંતુ તે કેમિલી નહીં પણ જોએલ છે. તેઓ ડેટ તો કરી રહ્યાં છે, પરંતુ તેઓ એને લઈને જરા પણ સિરિયસ નથી. તેણે યુકેમાં ‘ધ સન’ વિરુદ્ધ કેસ કર્યો હતો. એ કેસ તો તે હારી ગયો હતો, પરંતુ એ કેસની વકીલને તે ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.