ઍમ્બરના કહ્યા મુજબ તેની પાસે આટલા પૈસા નથી કે તે આ રકમ ચૂકવી શકે
જૉની ડેપ અને ઍમ્બર હર્ડ
ઍમ્બર હર્ડે સીક્રેટલી તેનું ઘર વેચી દીધું હોવાની ચર્ચા છે. એક્સ-હસબન્ડ જૉની ડેપ સામેનો ડિફેમેશન કેસ હારી ગયા બાદ તેણે પંદર મિલ્યન તેને આપવાના હતા. જોકે એમાં કોર્ટે થોડું કન્સેશન આપતાં તેણે ફક્ત ૧૩.૫૦ મિલ્યન ચૂકવવાના છે. આ સાથે જ જૉનીએ તેને બે મિલ્યન ચૂકવવાના છે. જોકે ઍમ્બરના કહ્યા મુજબ તેની પાસે આટલા પૈસા નથી કે તે આ રકમ ચૂકવી શકે. ઍમ્બરે કોર્ટ કેસ હાર્યાના થોડા દિવસ બાદ જ આ પ્રૉપર્ટી વેચી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેણે સાઉધર્ન કૅલિફૉર્નિયાના ડેઝર્ટમાં આવેલું તેનું ઘર ૧.૦૫ મિલ્યન યુએસ ડૉલરમાં વેચી દીધું હોવાની ચર્ચા છે. આ ઘર પર તેને પાંચ લાખ ડૉલરનો ફાયદો થયો છે. તેણે ૨૦૧૯માં આ પ્રૉપર્ટી ખરીદી હતી. આ ઘર તેણે જૉનીને પૈસા ચૂકવવા માટે વેચ્યું હોય તો નવાઈ નહીં.