વુલ્વરીને જે યલો અને બ્લુ કૉસ્ચ્યુમ પહેર્યા છે એ કૉમિક બુકના છે
રયાન રેનોલ્ડ્સ અને હ્યુ જૅકમૅન
હ્યુ જૅકમૅન તેના ક્લાસિક યલો અને બ્લુ વુલ્વરીન કૉસ્ચ્યુમમાં જોવા મળ્યો છે. તે ‘ડેડપૂલ 3’માં વુલ્વરીન તરીકે જોવા મળી રહ્યો છે. વુલ્વરીનનો અંત આવી ગયો હતો, પરંતુ તેના બેસ્ટ ફ્રેન્ડ રયાન રેનોલ્ડ્સ માટે તે આ પાત્ર ભજવી રહ્યો છે. હ્યુ જૅકમૅને તેના ફૅન્સને પ્રૉમિસ આપ્યું હતું કે તેનું આ પાત્ર ‘લોગન’ની ટાઇમલાઇન સાથે કોઈ ચેડાં નહીં કરે. વુલ્વરીને જે યલો અને બ્લુ કૉસ્ચ્યુમ પહેર્યા છે એ કૉમિક બુકના છે. તેણે આ કૉસ્ચ્યુમ સ્ક્રીન પર ક્યારેય નથી પહેર્યો. ફૉક્સ પ્રોડક્શન હાઉસ હેઠળ હવે આ ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટ બની રહી છે. આથી એ હવે માર્વલ સિનેમૅટિક યુનિવર્સનો ભાગ બની હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મનો પ્લૉટ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ વુલ્વરીનના કૉસ્ચ્યુમને જોઈને લાગી રહ્યું છે કે એ મલ્ટિવર્સનો ભાગ છે. આ સાથે જ જેનિફર ગાર્નર પણ ૨૦ વર્ષ બાદ તેના ઇલેક્ટ્રાના પાત્રમાં જોવા મળશે.