તે હવે ફરી ‘ડેડપૂલ 3’માં રાયન રેનોલ્ડ્સ સાથે વુલ્વરિનના પાત્રમાં જોવા મળશે
હ્યુ જૅકમૅન
હ્યુ જૅકમૅને હાલમાં જ દુનિયાભરના તમામ ચિકન્સ એટલે કે મરઘીઓની માફી માગી છે. તેના વુલ્વરિનના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ પાત્ર માટે તેણે જોરદાર બૉડી બનાવી હતી. તે હવે ફરી ‘ડેડપૂલ 3’માં રાયન રેનોલ્ડ્સ સાથે વુલ્વરિનના પાત્રમાં જોવા મળશે. આ માટે હ્યુ જૅકમૅને છ મહિનાનો સમય માગ્યો છે જેથી તે બૉડી બનાવી શકે.
આ પણ વાંચો : Spider-Man: Across the Spider-Verse : ફિલ્મમાં જોવા મળશે ઇંડિયન સ્પાઇડર-મૅન
ADVERTISEMENT
જોકે ઘણી વાર તેને એવો સવાલ પૂછવામાં આવે છે કે શું તે સ્ટેરૉઇડ લઈ રહ્યો છે? આ વિશે એક ઇન્ટરવ્યુમાં ફરી પૂછવામાં આવતાં હ્યુ જૅકમૅને કહ્યુ કે ‘ના, હું મારા કામને પ્રેમ કરું છું અને વુલ્વરિન પણ મને એટલું જ પસંદ છે. હું અહીં જે કહીશ એ મારે ખૂબ જ સમજી-વિચારીને કહેવું પડશે, પરંતુ મને એ લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ મેં જ્યારે એની સાઇડ ઇફેક્ટ્સ વિશે જાણ્યું ત્યારે મેં તેમને એટલું કહ્યું હતું કે આ પાત્રને હું એટલો પણ પ્રેમ નથી કરતો. આથી હું એટલું કહીશ કે મેં બૉડી બનાવવા માટે જૂના રસ્તાઓ જ અપનાવ્યા હતા. હું તમને એ જરૂર કહીશ કે શેપમાં આવવા માટે મેં ઘણાં ચિકન ખાધાં હતાં. આથી વીગન અને વેજિટેરિયન લોકોની સાથે હું દુનિયાભરનાં ચિકન્સની માફી માગું છું. મારા માટે કર્મ એટલાં સારાં નથી રહ્યાં. મારી ડાયટમાં જ્યારે પણ ચિકન હોય ત્યારે હું મુશ્કેલીમાં પડ્યો છું. હું એક વાત શીખ્યો છું કે દરેક વસ્તુ સમય લે છે. મેં મારી ‘ધ મ્યુઝિક મૅન’ને પૂરી કરી ત્યારથી હું નવી ફિલ્મ શરૂ કરું ત્યાં સુધી મારી પાસે છ મહિનાનો સમય છે. હું આ સમયમાં કોઈ અન્ય કામ નથી કરી રહ્યો. ફૅમિલી સાથે સમય પસાર કરવાની સાથે બૉડી બનાવવા પર ફોકસ કરી રહ્યો છું. છ મહિના સુધી મારું આ જ કામ છે.’