આ ફિલ્મનાં હિન્દી અને પંજાબી વર્ઝનમાં તેણે વૉઇસ આપ્યો છે
શુભમન ગિલ અને ઇન્ડિયન ‘સ્પાઇડર-મૅન પવિત્ર પ્રભાકર
ક્રિકેટર શુભમન ગિલે ઇન્ડિયન ‘સ્પાઇડર-મૅન: અક્રોસ ધ સ્પાઇડર-વર્સ’માં પવિત્ર પ્રભાકરના કૅરૅક્ટરને અવાજ આપ્યો છે. પહેલી વખત એવું બન્યું છે જ્યારે શુભમને પોતાનો અવાજ કોઈ પાત્ર માટે આપ્યો હોય. સાથે જ તે પહેલી એવી સ્પોર્ટ્સની વ્યક્તિ બની ગઈ છે જેણે પોતાનો વૉઇસ આપ્યો હોય. આ ફિલ્મનાં હિન્દી અને પંજાબી વર્ઝનમાં તેણે વૉઇસ આપ્યો છે. આ ફિલ્મ બીજી જૂને ઇંગ્લિશ, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી અને બંગાળીમાં રિલીઝ થવાની છે. સ્પાઇડર-મૅન વિશે શુભમન ગિલે કહ્યું કે ‘હું ‘સ્પાઇડર-મૅન’ જોઈને જ મોટો થયો છું અને એ અતિશય રિલેટેબલ સુપર હીરોમાંનો એક છે. ફિલ્મ ઇન્ડિયન ‘સ્પાઇડર-મૅન’ પહેલી વખત સ્ક્રીન પર આવતી હોવાથી ઇન્ડિયન ‘સ્પાઇડર-મૅન’ પવિત્ર પ્રભાકર માટે હિન્દી અને પંજાબીમાં અવાજ આપવાનો મારા માટે યાદગાર અનુભવ છે. હું અત્યારથી જ પોતાને સુપર હ્યુમન માની રહ્યો છું. આ ફિલ્મની રિલીઝને લઈને અત્યારથી જ એક્સાઇટેડ છું.’