Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bernard Hill No More: ‘ટાઈટેનિક’ના કેપ્ટન બર્નાર્ડ હિલે દુનિયામાંથી લીધી વિદાય, 79 વર્ષની વયે નિધન

Bernard Hill No More: ‘ટાઈટેનિક’ના કેપ્ટન બર્નાર્ડ હિલે દુનિયામાંથી લીધી વિદાય, 79 વર્ષની વયે નિધન

Published : 06 May, 2024 11:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bernard Hill No More: પોતાના જીવનમાં 11 ઓસ્કાર એવોર્ડ પણ પોતાને નામે કરનાર આ અભિનેતાએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

બર્નાર્ડ હિલ (તસવીર: એક્સ)

બર્નાર્ડ હિલ (તસવીર: એક્સ)


કી હાઇલાઇટ્સ

  1. બર્નાર્ડ હિલની કો-સ્ટાર બારબરા ડિક્સને અભિનેતાના નિધનની આ માહિતી આપી હતી
  2. 5 મે, રવિવારની સવારે મૃત્યુ પામ્યા હતા
  3. મે 4ના રોજ કોમિક કોન લિવરપૂલમાં તેઓ હાજરી આપવાના હતા પણ નહોતા જઇ શક્યા

`ટાઈટેનિક` અને `લોર્ડ ઓફ ધ રિંગ્સ` જેવી બ્લોકબસ્ટર  ફિલ્મોની અંદર પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર અભિનેતા બર્નાર્ડ હિલનું અવસાન (Bernard Hill No More) થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એવા પણ અહેવાલો છે કે તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી અને બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને અભિનેતાના નિધનની આ માહિતી શેર કરી હતી.


કો-સ્ટારે આપી માહિતી, ભાવનાત્મક પોસ્ટમાં શું લખ્યું?




કો-સ્ટાર બારબરા ડિક્સને આ જાણકારી આપી. અભિનેત્રીએ એક્સ પર બર્નાર્ડ હિલના અવસાન વિષેની પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે `બર્નાર્ડ હિલના નિધન (Bernard Hill No More)ના સમાચાર આપ સાથે શેર કરતાં હું ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. અમે 1974માં વિલી રસેલના શો `જ્હોન પોલ જ્યોર્જ રિંગો એન્ડ બર્ટ`માં સાથે કામ કર્યું હતું. તે એક અદ્ભુત અભિનેતા હતો. તેની સાથે મળવું અને કામ કરવું એ સન્માનની વાત હતી. ભગવાન તેની તમારા આત્માને શાંતિ આપે.’


શા કારણે થયું તેમનું નિધન?

જોકે, બર્નાર્ડના મૃત્યુ (Bernard Hill No More)નું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાપ્ત અહેવાલો અનુસાર અભિનેતાના એજન્ટ લૂ કોલસને એ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ  5 મે, રવિવારની સવારે મૃત્યુ પામ્યા હતા. અ સાથે જ એવું પણ કહેવાય છે કે તેમના અંતિમ સમયે તેમની પત્ની એલિસન ત્યાં હાજર હતી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર શનિવાર, મે 4ના રોજ કોમિક કોન લિવરપૂલમાં તેઓ હાજરી આપવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓએ ત્યાં જવાનું માંડી વાળ્યું હતું. હવે તેમના નિધનના સમાચાર જાણી મિત્રોમાં શોક છે.

આ ફિલ્મો અને સીરિઝમાં કામ કર્યું હતું બર્નાર્ડ હિલે

આ અભિનેતા (Bernard Hill No More)એ `ટાઈટેનિક` અને `ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ`માં તો પોતાનો અદભૂત અભિનય કર્યો જ હતો પણ તે ઉપરાંત તેઓએ `ધ સ્કોર્પિયન કિંગ`, `ધ બોયઝ ફ્રોમ કાઉન્ટી ક્લેર`, `ગોથિકા`, `વિમ્બલ્ડન`, `ધ લીગ ઓફ જેન્ટલમેન`માં પણ રોલ કર્યો હતો. તે સિવાય `એપોકેલિપ્સ`, `જોય ડિવિઝન`, `સેવ એન્જલ હોપ`, `એક્ઝોડસ`, `વાલ્કીરી` જેવી ફિલ્મો અને સીરિઝ માટે પણ તેઓએ ખાસી લોકચહના મેળવી હતી.

તેઓએ પોતાની કારકિર્દીમાં `ગાંધી` અને `ધ સ્કોર્પિયન કિંગ` સહિત ઘણી હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય દાખવ્યો હતો. તેમની કુલ 50 વર્ષની અભિનયની કારકિર્દીમાં તેમણે ન માત્ર ફિલ્મો પરંતુ અનેક ટીવી સિરિયલો અને થિયેટરમાં પણ કામ કર્યું હતું.

તમને જણાવી બર્નાર્ડ હિલ એકમાત્ર એવા અભિનેતા હતા કે જેઓ બે ફિલ્મો `ટાઈટેનિક` અને `ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ`માં ખૂબ જ ઉત્તમ અભિનય કર્યો હતો. અ જ ફિલમોને કારણે તેઓ મશહૂર થયા હતા. તેઓએ પોતાના જીવનમાં 11 ઓસ્કાર એવોર્ડ પણ પોતાને નામે કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK