Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અવતાર : ધ વે ઑફ વૉટરને શૂટ કરવા માટે જેમ્સ કૅમરુન અને સોનીએ બનાવ્યો એક કરોડનો કૅમેરો

અવતાર : ધ વે ઑફ વૉટરને શૂટ કરવા માટે જેમ્સ કૅમરુન અને સોનીએ બનાવ્યો એક કરોડનો કૅમેરો

Published : 25 November, 2022 05:04 PM | Modified : 25 November, 2022 10:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અવતાર-2ને બનાવવા ડિરેક્ટર જેમ્સ કૅમરુનને 12 વર્ષનો સમય લાગ્યો

અવતાર : ધ વે ઑફ વૉટરને શૂટ કરવા માટે જેમ્સ કૅમરુન અને સોનીએ બનાવ્યો એક કરોડનો કૅમેરો (તસવીર સૌજન્ય : મિડ-ડે)

અવતાર : ધ વે ઑફ વૉટરને શૂટ કરવા માટે જેમ્સ કૅમરુન અને સોનીએ બનાવ્યો એક કરોડનો કૅમેરો (તસવીર સૌજન્ય : મિડ-ડે)


અવતાર-2 એટલે કે અવતાર : ધ વે ઑફ વૉટર(Avatar: The Way of Water)નું ટ્રેલર જ્યારથી રિલીઝ (Trailer Release) થયું છે ત્યારથી આ ફિલ્મ જોવા માટે દર્શકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ (Excitement) જોવા મળે છે. 2009માં આવેલી અવતાર 1 (Avatar) દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ફિલ્મ માત્ર 23.7 crores USDના બજેટમાં બનાવવામાં આવી હતી અને ફિલ્મે વિશ્વમાં 2.910 billion$ની કમાણી કરી હતી.


અવતાર ફિલ્મ સિરીઝ પોતાના Visuals, VFX અને એક અનોખી સ્ટોરી માટે આજે પણ લોકોને ગમે છે. આ ફિલ્મનો બીજો ભાગ અવતાર : ધ વે ઑફ વૉટર(Avatar: The Way of Water) દર્શકો માટે તૈયાર છે. જેને બનાવવા ડિરેક્ટર જેમ્સ કૅમરુનને 12 વર્ષનો સમય લાગ્યો. જેમ્સ કૅમરુનને પાણીમાં મોશન કેપ્ચર કરવા માટે યોગ્ય ટેકનોલોજીની જરૂર હતી. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહી હતી. 6 મહિના પહેલા આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરમાં દર્શાવ્યા અનુસાર આ ફિલ્મની સ્ટોરી અંડર વૉટર વર્લ્ડ સાથે સંકળાયેલી છે અને અવતાર 1ની સ્ટોરીને આગળ વધારે છે. જ્યાં ફિલ્મના પાત્રો ભાગ-1ની લડાઈ બાદ નવી જગ્યાની શોધમાં છે ત્યાં બીજા ભાગના ટ્રેલરમાં જોવા મળે છે કે તેમને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને તે કેવી રીતે આ લડાઈમાંથી બહાર આવે છે તે ફિલ્મમાં જોવાનું રહેશે.




આ ફિલ્મ 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 25 કરોડ ડૉલરમાં બનાવવામાં આવી છે અને ફિલ્મની વાર્તાને આગળ વધારવા માટે જેમ્સ કૅમરુને અવતાર-3 અને અવતાર-4 ની પણ જાહેરાત કરી છે. જેને 2024 અને 2026માં રિલીઝ કરવામાં આવશે.

ડિરેક્ટર જેમ્સ કૅમરુને આ ફિલ્મને બનાવવા સોની સાથે મળીને એક નવો કૅમેરા બનાવ્યો છે જેનો ઉપયોગ ફક્ત અવતાર-2ને શૂટ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ કૅમેરો આજે માર્કેટમાં સોની વેનિસ ડિજિટલ સિનેમા કૅમેરાના (Sony VENICE) નામે વેચવામાં આવે છે. આ કૅમેરાની કિંમત 60,000$ ભારતીય રૂપિયા પ્રમાણે 50 લાખ છે અને આ ફક્ત કૅમેરાની કિંમત છે, ફિલ્મને જુદાં જુદાં એંગલ, 3D, IMAX અને અંડર વૉટર શૂટ કરવા માટે દર વખતે અલગ-અલગ પ્રકારની સ્પેશિયલ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરેક લેન્સ મળીને આ કૅમેરાની કિંમત એક કરોડ રૂપિયાની આસપાસ થઈ જાય છે.


આ પણ વાંચો : ‘અવતાર’ની સીક્વલ ફ્લૉપ રહી તો પછી એક પણ ફિલ્મ બનાવવામાં નહીં આવે : જેમ્સ કૅમરુન

અવતાર-2ની સ્ટોરીમાં મોટા ભાગના સીન્સ અન્ડર વૉટર વર્લ્ડના દર્શાવવાના હોવાથી આ ફિલ્મનો પાણીની અંદરનો દરેક સીન પાણીની અંદર જ શૂટ કરવામાં આવ્યો છે અને દરેક પાત્રોના ચહેરાના હાવભાવને કૅમેરામાં કેદ કરવું એ સૌથી અઘરું કામ છે. કોઈપણ સીન પાણીમાં શૂટ કરવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે પાણીમાં લાઇટ રિફલેક્ટ થાય છે જેથી ફિલ્મને પાણીમાં શૂટ કરવામાં મુશ્કેલી આવે છે. અનેક ફિલ્મમાં પાણીની અંદરનો સીન બતાવવામાં આવ્યો છે પરંતુ તેને VFX, graphics અને ગ્રીન સ્ક્રીનની મદદથી બનાવવામાં આવે છે. દુનિયામાં એવો કોઈ બીજો કૅમેરો નથી જે ફિલ્મના દરેક શૉટને વાસ્તવિક રીતે દર્શાવી શકે, તે માટે જેમ્સ કૅમરુને સોની વેનિસ ડિજિટલ સિનેમા કૅમેરા બનાવ્યો.

(વિરેન છાયા)

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 10:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK