તેને કશું નથી થયું, મહિલાને ગંભીર ઈજા
આર્નોલ્ડ
હૉલીવુડના ઍક્શન સ્ટાર અને કૅલિફૉર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની કારનો લૉસ ઍન્જલસમાં ઍક્સિડન્ટ થતાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલાને માથામાં ઈજા થઈ છે અને થોડું બ્લીડિંગ પણ થયું છે. ઍક્સિડન્ટ વખતે આર્નોલ્ડ તેમની મોગા-એસયુવી જીએમસી યુકોન ડ્રાઇવ કરી રહ્યા હતા. બે અન્ય ગાડીઓની પણ પરસ્પર ટક્કર થઈ હતી. આર્નોલ્ડને ઈજા નથી થઈ, પણ તેમને ઈજાગ્રસ્ત મહિલાની ચિંતા થઈ રહી છે. આ ઘટનામાં ડ્રગ્સ કે આલ્કોહૉલ લીધો હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા. લૉસ ઍન્જલસની પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.