૨૦૨૩ના ઑગસ્ટમાં તેમણે ઘર ખરીદ્યું હતું. તેમણે બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તેમની સગાઈના ફોટો શૅર કર્યા છે.
એમી જૅક્સન, એડ વેસ્ટવિક
એમી જૅક્સને સ્વિટ્ઝરલૅન્ડમાં સગાઈ કરી લીધી છે. તે ‘ગૉસિપ ગર્લ’માં જોવા મળેલા એડ વેસ્ટવિકને ડેટ કરી રહી હતી. તેઓ બન્ને રાજસ્થાનમાં વેકેશન માણતાં પણ જોવા મળ્યાં હતાં. એડ અને એમી હાલમાં જ સ્વિટ્ઝરલૅન્ડમાં ટ્રિપ પર હતાં. એ દરમ્યાન એડ દ્વારા પ્રપોઝ કરવામાં આવતાં એમીએ હા પાડી હતી. તેમણે ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં તેમની રિલેશનશિપને જાહેર કરી હતી એ પહેલાં તેઓ સીક્રેટલી ડેટ કરી રહ્યાં હતાં. ૨૦૨૩ના ઑગસ્ટમાં તેમણે ઘર ખરીદ્યું હતું. તેમણે બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તેમની સગાઈના ફોટો શૅર કર્યા છે. આ પોસ્ટ બાદ ઘણી સેલિબ્રિટીઝ એમીને શુભેચ્છા પાઠવી રહી છે.