Avengers Endgame માટે 24 કલાક ભારતમાં ખુલ્લા રહેશે થિએટર્સ
Avengers Endgame
રૂસો બર્ધર્સની માર્વલ કૉમિક્સના કલાકારોને લઈને બનાવવામાં આવી એવેન્જર્સ સીરીઝની છેલ્લી કડી એટલેકે એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં રિલીઝના પહેલા ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને જોવા માટે વધી રહી ઉત્સુક્તાને જોઈને દેશભરમાં 24 કલાક મલ્ટીપ્લેક્સ ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યે અને સવારે ત્રણ વાગ્યાના શૉની એડવાન્સ બુકિંગ પણ ચાલી રહી છે.
જાણકોરી મુજબ દેશની ઘણી મોટી મલ્ટીપ્લેક્સ ચેન્સે આ આગ્રહ કર્યો હતો કે એમણે મોડી રાત સુધી શૉ જોવાની પરમિશન આપવામાં આવે અને હવે એમને 24 કલાકના શૉ માટે પણ લીલી ઝંડી મળી ગઈ છે. દેશભરમાં એવું થશે એટલેક દર્શક ફક્ત નાઈટ શૉ નહીં પરંતુ રાત્રે 12 વાગ્યા બાદનો શૉ પણ જોઈ શકે છે જેના માટે નવા ટાઈમ શેડ્યૂલની પ્લાનિંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં પુણે અને ચિંચવડના બે મલ્ટીપ્લેક્સમાં રાત્રે દોઢ વાગ્યે 30 મિનિટનો શૉ દેખાડવામાં આવશે. મુંબઈના વડાલા કાર્નિવલ સિનેમાએ છેલ્લા શનિવારે જ સવારે 3 વાગીને 20 મિનિટના શૉના માટે બુકિંગ શરૂ કરી દીધ હતી.
આ ફિલ્મ 26 એપ્રિલે ભારતમાં રિલીઝ થઈ રહી છે. ભારતમાં આ ફિલ્મને 2000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જોકે એક્ઝીબિટર્સે ફિલ્મની ભારતમાં શરૂ થનારી એડવાન્સ બુકિંગની ઉત્સુકતાને જોતા અને સ્ક્રિન્સ પર વજર આપ્યું છે. એવેન્જર્સ એન્ડગેમને ભારતમાં અંગ્રેજી સિવાય હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

