ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરને તાજેતરમાં જ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરને ફિલ્મ 'શું થયું' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતના સૌથી લોકપ્રિય સ્ટાર મલ્હાર સ્ટાઈલિશ છે. તે ફન્કી ટી શર્ટના શોખીન છે (Image Courtesy : Malhar thakar instagram)
Updated on : 11 June, 2019 07:00 ISTમલ્હાર ઠાકર હાલ અમેરિકાની મુલાકાતે છે. અમેરિકામાં યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા મલ્હાર અમેરિકા પહોંચ્યા છે.
ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ શું થયું માટે મલ્હારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
તસવીરમાંઃ સ્કાય બ્લૂ પ્રિન્ટેડ ટી શર્ટ સાથે ડેનિમમાં કૂલ લાગી રહ્યા છે મલ્હાર
મલ્હાર ઠાકર જુદી જુદી ટી શર્ટ પહેરવાના શોખીની છે. ઓફ સ્ક્રીન તે મોટા ભાગે ટી શર્ટમાં જોવા મળે છે.
વ્હાઈટ પોલો ટી શર્ટમાં ડાર્ક બ્લૂ કલરની ડેનિમ અને સ્નીકર્સનું કોમ્બિનેશન તમે પણ યુઝ કરી શકો છો.
લાગે છે પોલો ટી શર્ટ મલ્હાર ઠાકરને ખૂબ ગમે છે. લાઈટ પિંક કલરની પોલો ટી શર્ટ અને સ્નીકર્સ સાથે ડાર્ક જીન્સનું કોમ્બિનેશન પણ કૂલ લાગી રહ્યું છે.
મલ્હારની આ ટી શર્ટની જેમ તમે પણ હાલ ગરમીથી બચવા માટે લોંગ સ્લિવ ટી શર્ટ ટ્રાય કરી શકો છો.
બ્લૂઈશ કલરની ટી શર્ટ ટોર્ન્ડ ડેનીમનું કોમ્બિનેશન પણ તમે કેઝ્યુઅલ ડેઝમાં અપનાવી શકો છો.
મલ્હાર ઠાકર લાઈટ કલરની ટી શર્ટ પહેરવાનું પસંદ કરે છે. પિસ્તા કલરની આ ટી શર્ટ મલ્હારને કૂલ બનાવી રહી છે.
ડાર્ક કલરની બ્લૂ ટી શર્ટ અને ડાર્ક ગ્રીન ટ્રાઉઝરનો આ લૂક મલ્હારે સ્લીપર્સ સાથે કમ્પલીટ કર્યો છે. આ લૂક પણ કેઝ્યુઅલ ડેઝમાં તમે કૉપી કરી શકો છો.
બરાબર ટી શર્ટ પર લખ્યું છે એવું જ... આ લૂકમાં લ્હાર લાગી રહ્યો છે ક્યૂટ મુંડા!!!
મલ્હારનો આ ફોટો કચ્છની મુલાકાત દરમિયાનનો છે. જેમાં તેણે સિમ્પલ જીન્સ પર વ્હાઈટ એન્ડ બ્લેક સ્ટ્રીપ્સવાળી ટી શર્ટ પહેરી છે.
લોંગ સ્લીવની આ કલરની ટી શર્ટ પણ તમે ડાર્ક કલરના કેઝ્યુ્લ ટ્રાઉઝર પર ટ્રાય કરી શકો છો. મલ્હારની જેમ તમે પણ કહી શક્શો યુ કાન્ટ હેન્ડલ મી
વધુ એક સ્ટ્રાઈપ્સ ટી શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યા છે મલ્હાર ઠાકર
મલ્હાર ઠાકરનો આ ફોટો ફિલ્મ સાહેબના પ્રમોશન દરમિયાનનો છે. જેમાં મલ્હાર તપખીરિયા વાળી વ્હાઈટ ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા.
આ લૂક તો તમને યાદ જ હશે. મલ્હાર ઠાકરની ફિલ્મ પાસપોર્ટમાં તેમનો કંઈક આવો લૂક હતો.