World Cup 2023 Anthem Song! અમિત ત્રિવેદીના કમ્પોઝિશને મચાવી ધૂમ, Do it Tibara બન્યું ક્રિકેટ પ્રેમીઓનું વર્લ્ડ કપ એન્થમ, જાણો આની પાછળની આખી સ્ટોરી
World Cup! અમિત ત્રિવેદીનું કમ્પોઝિશન, `Do it Tibara` ચડ્યું લોકોની જીભે...
World Cup 2023 Anthem Song! અમિત ત્રિવેદીના કમ્પોઝિશને મચાવી ધૂમ, Do it Tibara બન્યું ક્રિકેટ પ્રેમીઓનું વર્લ્ડ કપ એન્થમ, જાણો આની પાછળની આખી સ્ટોરી
World Cup 2023 Anthem Song! ક્રિકેટ પ્રેમીઓ માટે એક્ટર અને પ્રૉડ્યૂસર ગૌરવ ચનાના લુસિફર મ્યૂઝિક તરફથી આ દિવાળી લાવી સૌથી મોટી ભેટ જે વર્લ્ડ કપ પર બનેલા એન્થમ સૉન્ગ `લેટ્સ ડૂ ઈટ તિબારા` ગીતે આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સિંગર અને કમ્પોઝર અમિત ત્રિવેદીના જાદુઈ અવાજ અને બેજોડ કમ્પોઝીશને આ ગીતને વર્લ્ડ કપ નેશનલ એન્થમ બનાવી દીધું છે જે ભારતીય ટીમની ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવાની આશાને હજી વધારે ઊંડી કરે છે અને લોકોના રંગમાં હજી વધારે જોશ ભરવાનું કામ કરે છે આ વખતે પણ ભારત ફરી એકવાર વર્લ્ડ કપ વિજેતા બનશે અને હેટ્રિક પૂરી કરશે.
ADVERTISEMENT
World Cup 2023 Anthem Song! પૂનાવાલા ફિનકૉપ અને માઈન્ડશૅરના અસોસિએશનમાં બનેલ વર્લ્ડ કપ એન્થમ `ડૂ ઈટ તિબારા` વીડિયોમાં 1983ની વિજેતા ટીમના કે. શ્રીકાંત અને 2011ની વિનિંગ ટીમમાંથી હરભજન જોવા મળી રહ્યા છે. બન્નેની કેમિસ્ટ્રી કમાલ લાગી રહી છે અને ક્રિકેટને લઈને તેમની જુનૂનિયત સ્પષ્ટ જોવા મળી રહી છે આ વખતે પણ ભારત બાજી ચોક્કસ મારશે.
જણાવવાનું કે વર્લ્ડ કપ એન્થમ સૉન્ગ `ડૂ ઈટ તિબારા` રિલીઝ થઈ ચૂક્યું છે અને દરેક ક્રિકેટ પ્રેમીઓના જીભે આ ગીત ચડ્યું છે કે `લેટ્સ ડૂ ઈટ તિબારા`
World Cup 2023 Anthem Song! ગીતના કમ્પોઝીશન અને સિંગિંગ વિશે વાત કરતા અમિત ત્રિવેદી કહે છે કે, "મારી પાસે જ્યારે આ ગીત આવ્યું ત્યારે હું ગોવામાં જ હતો અને ગાડીમાં ચાલતા-ચાલતા આ ગીત બની ગયું. મારી જે ટ્યૂન્સ છે તે ક્યાંય પણ આવી જાય છે તેને માટે કોઈ એકાંત કે ચોક્કસ સ્ટૂડિયોની જરૂર નથી. ઊંઘમાં પણ, ડ્રાઈવ કરતી વખતે પણ, મસ્તી કરતી વખતે પણ, રોજબરોજના નિત્ય કર્મ કરતી વખતે પણ મારી ટ્યૂન્સ બની જતી હોય છે. ક્રિકેટ પ્રત્યે મને ખૂબ જ પ્રેમ છે. હું મારો જન્મદિવસ નથી ઊજવતો, ન તો તે દિવસે કોઈ પાર્ટી કરું છું પણ મારા જન્મદિવસે એક ટર્ફ બુક કરાવું છું અને 22થી 24 લોકોની ટીમ બનાવીને અમે આખો દિવસ અને રાત મેચ રમીએ છીએ. હું બાળપણથી જ ક્રિકેટ લવર રહ્યો છું."
લુસિફર મ્યૂઝિક ડે હેડ અને એક્ટર પ્રૉડ્યૂસર ગૌરવ ચનાના કહે છે કે, "જ્યારે અમે આ ગીત બનાવી રહ્યા હતા ત્યારે અમે એ વિચાર્યું કે તે ગીત માટે અમિત ત્રિવેદી સૌથી બેસ્ટ હશે અને જે રીતે તેમણે ગીતને કમ્પોઝ કર્યું અને ગાયું છે, તે ખરેખર આનાથી બહેતર બીજું કંઈ ન હોઈ શકે. અમે આશા રાખીએ છીએ કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતે અને ત્રીજીવાર ઇતિહાસ રચે આ લાઈનની સાથે જ `લેટ્સ ડૂ ઈટ તિબારા.`"

