ગુજરાતી સિને જગત નામના એક ઇન્સ્ટાગ્રામ પેજે મલ્હાર જો પુષ્પાના ગુજરાતી વર્ઝનમાં અભિનય કરે તો તેનો લૂક કંઇ આવો હોય એવી રીલ મૂકી છે. જુઓ વીડિયો.
મલ્હાર ઠાકર - ઇન્સ્ટાગ્રામ
આજ કાલ સોશ્યલ મીડિયા પર જેને જુઓ તેને અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના અને સામંથા રૂથ પ્રભુની લેટેસ્ટ સુપર ડુપર હિટ ફિલ્મ પુષ્પાના કોઇ ગીત કે ડાયલોગની નકલ કરતા જોવા મળે છે. ઘણા બધા સુપર સ્ટાર્સ, ક્રિકેટર્સથી માંડીને ડિજીટલ કોન્ટેટ ક્રિએટર્સે પુષ્પા ફિલ્મના હિસ્સાઓ પર પરફોર્મ કર્યું છે.
આ ફિલ્મને લઇને જાતભાતની વાતો અને ગૉસિપમાં લોકોને રસ પડે છે. બાય ધી વે ઢોલીવુડના સુપર સ્ટાર મલ્હાર ઠાકરને જો પુષ્પાનો રોલ મળે તો શું થાય? વિચારવા જેવી બાબત તો છે. જો કે મલ્હારે પોતે હજી દાઢી પર સ્ટાઇલમાં હાથ ઘસીને કોઇ પોસ્ટ શૅર નથી કરી પણ ગુજરાતી સિને જગત નામના એક ઇન્સ્ટાગ્રામ પેજે મલ્હાર જો પુષ્પાના ગુજરાતી વર્ઝનમાં અભિનય કરે તો તેનો લૂક કંઇ આવો હોય એવી રીલ મૂકી છે. જુઓ વીડિયો.
ADVERTISEMENT
View this post on Instagram
મલ્હારે હજી સુધી આ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. તેના ફેન્સ આ રીલને પસંદ કરી રહ્યા છે અને સ્વાભાવિક છે કે તેઓ પોતાના ગમતા સ્ટારને આવા આઇકોનિક રોલમાં જોવાનું ચોક્કસ પસંદ કરશે. તમને આ રીલ ગમી?

